સમાચાર

અમરેલી પટેલ સંકુલનાં શાળાકીય જુડો સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્ઠ દેખાવ

ટીમ 7 ગોલ્‍ડ સાથે વિજેતા બની

અમરેલી, તા.1ર

જિલ્‍લા રમત ગમત કચેરી અને યુવા રમત ગમત અને સાંસ્‍કૃતિક વિભાગ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે જિલ્‍લા કક્ષા શાળાકીય જુડો બહેનોની સ્‍પર્ધા યોજી જીજીબેન ફોરવર્ડ સ્‍કૂલમાં યોજાયેલ હતી. જેમાં પટેલ સંકુલમાં સાત ગોલ્‍ડ, ત્રણ સીલ્‍વર અને બે બોન્‍ઝ સાથે કુલ દસ મેડલ મેળવી રમત જગતમાં ડંકો વગાડી દીધેલ. જેમાં બી.એન. વિરાણી સ્‍કૂલની વિદ્યાર્થીની (1) માધડ કિશિતા (36 કેજી) પ્રથમ (ર) સભાયા પ્રિન્‍સી (46 કેજી) પ્રથમ (3) શેખડા ભુભીકા (48 કેજી) પ્રથમ (4) માલવીયા શરોદ (પર કેજી) પ્રથમ (પ) રાધનપરા શ્રઘ્‍ધા (63 કેજી) પ્રથમ (6) મેતલીયા ધારા (70 કેજી) પ્રથમ (7) પારખીયા જીનલ (44 કેજી) બીજો (8) કોઠીયા પ્રિયંકા (પ7 કેજી) બીજો નંબર મેળવી બી.એન. વિરાણી સ્‍કૂલ ચેમ્‍પિયન મેળવેલ. તેમજ એસ.એમ. વઘાસીયા સ્‍કૂલની વિદ્યાર્થીની (1) લાખાણી પ્રિયંકા(પ7 કેજી) પ્રથમ (ર) બલર હેપી (63 કેજી) બીજો (3) તળાવીયા ઉર્વશી (પર કેજી) ત્રીજો (4) શિયાણી મહેક (60 કેજી) ત્રીજો નંબર મેળવી સંસ્‍થાને ગૌરવ અપાવેલ છે. સ્‍પોર્ટસ વિભાગના ડાયરેકટર મગનભાઈ વસોયાના સીધા માર્ગદર્શન નીચે કુ. ગોલાદરા અંકિતાબેન અને કુ. બારડ જાગૃતિબેને કોચીંગ પુરૂ પાડેલ.

સ્‍પર્ધા દરમિયાન રમત ગમત અધિકારી અશરફભાઈ કુરેશી જીજીબેન ફોરવર્ડ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ ડો. ચંદ્રિકાબેન લાઠીયા, પી.ઈ.ટી. રોહિતભાઈ મહેતા, પટેલ સંકુલના સ્‍પોર્ટસ ડાયરેકટર મગનભાઈ વસોયા, ડી.એલ.એલ.એસ. સ્‍કૂલના કોચ ઉપેન્‍દ્રભાઈ સીસોદીયા, નવીનભાઈ કાનાણી વગેરે ઉપસ્‍થિત રહેલ.

સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે અને ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી વગેરેએ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

error: Content is protected !!