સમાચાર

સાવરકુંડલામાં વન પ્રકૃતિ ટ્રસ્‍ટ અને વન વિભાગ દ્વારા વિશ્‍વ સિંહ દિવસની ઉજવણી  

સંત, શૂરા અને સાવજની ભૂમિ એટલે સૌરાષ્‍ટ્રની ભૂમિ. સમગ્ર એશિયાખંડમાં ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્‍ટ્રના આભૂષણ ગણાતા સાવજો આપણી ધરતીની શાન છે. ગુજરાતના રાજયપ્રાણી એવા સિંહ અંગેની જાગૃતિ માટે સાવરકુંડલા શહેરમાં તમામ સરકારી,ખાનગી શાળાઓ, હાઈસ્‍કૂલો, કોલેજોના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા સિંહ સંરક્ષણ માટે શહેરના જાહેર માર્ગો ઉપર સિંહોના મહોરા પહેરી બેનરો તથા સૂત્રોચ્‍ચાર કરીને ગુજરાતના લાડકવાયા સાવજ અંગેની જાગૃતિ લાવવા માટે પ,પ00 જેટલા વિદ્યાર્થીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. ઉપરાંત શાળા કોલેજના શિક્ષકો અને પ્રિન્‍સિપાલ પણ હાજર રહયા હતા. સિંહ માટે લોકજાગૃતિ લાવવા અંગેની મહારેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકાના કન્‍વીનર હાજી દિલાવરખાન પઠાણ, સહસંયોજક સતિષભાઈ પાંડે, મહેબુબખાન પઠાણ તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્‍ટની સમગ્ર ટીમ અને વન વિભાગ ધારીના ઈન્‍ચાર્જ એ.સી.એફ. કે.પી. ભાટીયા તથા સમગ્ર સ્‍ટાફે સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમના દાતા રણજિતભાઈ કાછડીયા (ઉદ્યોગપતિ, મુંબઈ) હતા.

error: Content is protected !!