સમાચાર

ખાંભાનાં દલડી આંબલિયાળા ત્રણ કીમી ડામર રોડ ઉપર ઝાડી ઝાંખરાનું સામ્રાજય

ખાંભા, તા. 1ર

ખાંભા તાલુકામાં હાલમાં ચોમાસા દરમિયાન ચારે તરફ લીલોતરી થઈ ગઈછે, ત્‍યારે વૃક્ષોમાં પણ નવી શાખાઓ ફૂટવા લાગી છે, ત્‍યારે હાલમાં ખાંભાનાં દલડી આંબલિયાળા ડામર રોડ ઉપર આવી જ રીતે કાંટાળા વૃક્ષોની ડાળીઓ રોડની બન્‍ને સાઈડ ઉપર આવી જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારી મુંજવણમાં મુકાય છે, તેમજ આ કાંટાળા વૃક્ષોને કારણે હાલ નાના મોટા અકસ્‍માત પણ થઈ રહૃાા છે, ત્‍યારે વહેલી તકે આ કાંટાળા વૃક્ષોનીડાળીઓનું કટિંગ કરી રોડ, ખુલ્‍લો કરવાની માંગ હાલમાં ઉઠી છે. મળતી માહિતી પ્રમાણે ખાંભા તાલુકાનાં દલડી આંબલિયાળા ડામર રોડ 3 કીમી.નો આવેલો છે, ત્‍યારે આ એકમાત્ર રોડ બન્‍ને ગામને જોડી રાખે છે, જયારે હાલમાં આ બન્‍ને ગામનાં રાહદારી તેમજ માલધારી માટે આ રોડની બન્‍ને સાઈડમાં ઉભેલા વૃક્ષની કાંટાળી ડાળીઓ હાલ મુસીબતનો સામનો કરવા મજબૂર કરી રહી છે, હાલમાં આ ડામર રોડની બન્‍ને સાઈડમાં મોટા પ્રમાણમાં કાંટાળા વૃક્ષની નવી શાખાઓ ડાળીઓ રોડ ઉપરઆવી ગઈ છે, ત્‍યારે આ ડાળીઓનાં કારણે સામેથી આવતા વાહન કે અન્‍ય ભયવાળું વાહન અંગે લોકોને ખ્‍યાલ રહેતો, જયારે બીજી તરફ આ વિસ્‍તારાં સિંહ, દીપડા તેમજ તૃણભક્ષી પ્રાણીઓ વધારે પડતાં વસવાટ કરતાં હોય, ત્‍યારે અવારનવાર તેવો પણઆ રોડ ઉપર લટાર મારવા નીકળી પડે છે, જેનાં કારણે ઘણીવાર અહીં વાહનચાલકો કે રાહદારીઓ સિંહ, દીપડાને આમને સામને અચાનક આવી ચડે, ત્‍યારે આ રોડની બન્‍ને સાઈડમાં આવેલ વધારાનાં વૃક્ષની ડાળીઓનું વહેલી તકે કટિંગ કરી રોડ ખુલ્‍લો કરાવવા, એની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ હાલ ઉઠી છે.

error: Content is protected !!