બ્રેકીંગ ન્યુઝ

લીલીયામોટા ખાતે રીટાબેન સેજપાલનાં દેહાવસાન બાદ ચક્ષુદાન કરવામાં આવ્‍યું

લીલીયા, તા.1ર

લીલીયા જાણીતા વેપારીઅગ્રણી અને લીલીયા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર લોહાણા અગ્રણી મનોજભાઈ સેજપાલના ધર્મપત્‍ની રીટાબેન મનોજભાઈ સેજપાલ (ઉ.વ.પ1)નું તા.1ર/8ના રોજ અવસાન થતાં તેમના પરિવાર અને સ્‍વ. રીટાબેને ચક્ષુદાન કરવાનો સંકલ્‍પ લીધો હતો તે મુજબ સ્‍વ. રીટાબેનનું અવસાન થતા તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્‍યું હતું. આ ચક્ષુદાન સ્‍વીકારવામાં મેહુલભાઈ વ્‍યાસ સાવરકુંડલા, સુરેશભાઈ ઠાકર, દર્શનભાઈ પંડયા, અભિષેકભાઈ ભરાડ સહિતના લોકો ઓપરેશન કરી અને કોઈ વ્‍યકિતને આ ચક્ષુ દ્વારા દેખતા કરવાની જવાબદારી સંભાળી છે.

error: Content is protected !!