સમાચાર

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે અશ્‍વમેઘ રજતજયંતી શકિત કળશનું સ્‍વાગત

રાજકોટ ખાતે અખિલ વિશ્‍વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ-હરિદ્વાર દ્વારા આવનારા વર્ષ જાન્‍યુઆરી-ર0ર0માં અશ્‍વમેઘ રજત જયંતી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ચલાલાનાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ખાતે અશ્‍વમેઘ રજત જયંતી મહોત્‍સવ નિમિતે હરિદ્વારથી નીકળેલ રથ ચલાલા પધારેલ હતો. સંસ્‍થાના વડા પૂ. રતિદાદા અને ગાયત્રી પરિવારજનો દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને આ રથ સાથે આવેલ થાનકીભાઈ, નવનીતભાઈ તથા દિનેશભાઈ દ્વારા બાળકો અને પરિવારજનોને યોજાનાર અશ્‍વમેઘ યજ્ઞ અને રજન જયંતી વિશે માહિતી આપી હતી. આ કળશપુરા ગુજરાતમાં ભ્રમણ કરશે અને તમામ ગામોમાં અશ્‍વમેઘ રજત જયંતી મહોત્‍સવના નિમંત્રણનો પ્રચાર કરશે અને ઠેર-ઠેર આ રથનું ભવ્‍ય સ્‍વાગત અને પૂજન કરવામાં આવશે.

error: Content is protected !!