સમાચાર

અમરેલી જિલ્‍લામાં સાર્વત્રિક વરસાદથી હર્ષોલ્‍લાસ

છેલ્‍લા 48 કલાકમાં ર ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ

અમરેલી જિલ્‍લામાં સાર્વત્રિક વરસાદથી હર્ષોલ્‍લાસ

જિલ્‍લાનાં તમામ જળાશયો, ચેકડેમ, તળાવો અને નદીઓમાં નવા નીરની ભરપુર આવક

ઘણા વર્ષો બાદ મેઘરાજાએ અપાર હેત વરસાવતાં સિંચાઈ માટે પાણીની તંગી થશે દુર

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં સતત 48 કલાકથી મેઘમહેર જતાં જિલ્‍લામાં 48 કલાકમાં ર ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ પડતાં તમામ જળાશયો, તળાવો, ચેકડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગઈકાલે બપોરે શરૂ થયેલ મેઘસવારી આજે બપોર સુધી શરૂ રહેતાં અને ધીમીધારે વરસતો વરસાદ મૌલાત ઉપર કાચા સોના સમાન વરસી રહૃાો છે. ધીમીધારે વરસતો વરસાદ જમીન ઉપર હેત વરસાવી રહૃાો છે.

અમરેલીમાં આજે સવારે 6 વાગ્‍યાથી બપોરે ર વાગ્‍યા સુધીમાં 37 મી.મી., વડીયા 43 મી.મી., ખાંભામાં ર મી.મી., જાફરાબાદમાં 11 મી.મી., ધારીમાં 7 મી.મી., બગસરામાં 46 મી.મી., બાબરામાં રપ મી.મી., રાજુલામાં 13 મી.મી., લાઠીમાં 3ર મી.મી., લીલીયામાં 9 મી.મી. અને સાવરકુંડલામાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલે બપોરથી આજે બપોર સુધીમાં અમરેલીમાં 1પરમી.મી., વડીયામાં 1પ6 મી.મી., ખાંભામાં 16 મી.મી., જાફરાબાદમાં 19મી.મી., ધારીમાં 37 મી.મી., બગસરામાં 106 મી.મી., બાબરામાં 149 મી.મી., રાજુલામાં 30 મી.મી., લાઠીમાં 1પ0 મી.મી., લીલીયામાં 30 મી.મી., સાવરકુંડલામાં 31 મી.મી. વરસાદ છેલ્‍લા ર4 કલાક દરમિયાન પડતા અનેક નાના-મોટા વિસ્‍તારોમાં નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે.

અમરેલી જિલ્‍લામાં આકાશ હજુ પણ કાળા ડીંબાગ વાદળાઓથી ઘેરાયેલ હોય વધુ વરસાદની શકયતાઓ જોવાઈ રહી છે.

અમરેલી તાલુકાનાં વડેરા ગામે તથા લાઠીનાં ખોડીયાનગરમાં બે કાચા મકાન ધરાશયી થવા પામેલ છે. જેના કારણે ભોગ બનનાર પરિવાર હતપ્રત થવા પામ્‍યા છે.

વડીયા તાલુકાનાં હનુમાન ખીજડીયા ગામે એક ખેતરની બાજુમાંથી પસાર થતાં પાણીના નાળામાં બે બાળકો પસાર થતાં તણાયા છે. આ અંગેની જાણ થતાં મામલતદાર, ફાયર ફાયટર સાથે ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

error: Content is protected !!