સમાચાર

અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટ્‌સ કોલેજમાં     ‘‘મુન્‍શી પ્રેમચંદ જન્‍મજયંતી” કાર્યક્રમ આયોજીત થયો

અમરેલી, તા. 7

માતુશ્રી મોંઘીબામહિલા આર્ટ્‍સ કોલેજ- અમરેલીમાં તા.31/07/ર019ને બુધવારનાં રોજ ભમુન્‍શી પ્રેમચંદ જન્‍મજયંતિભ કાર્યક્રમ આયોજીત થઈ ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્‍થિત રહૃાા હતા, કાર્યક્રમના આરંભે પ્રાસંગિક ઉદ્યબોધનમાં પ્રિન્‍સિપાલ ડો. સેન મેડમે હિન્‍દી સાહિત્‍યમાં મુન્‍શી પ્રેમચંદજીનાં યોગદાન અને મહત્ત્યવ વિશે વકતવય આપ્‍યુ હતું, ત્‍યારબાદ પ્રા. સવિતાબેન પરમારે મુન્‍શી પ્રેમચંદજીના જીવન, વ્‍યકિતત્‍વ અને કૃતિત્‍વ વિષય પર પ્રભાવશાળી વકતવ્‍ય આપ્‍યું હતું, વાઈસ પ્રિન્‍સિપાલ ડો. ચુડાસમાએ પ્રેમચંદજીનાં પ્રેરક જીવન અંગે અસરકારક વકતવ્‍ય આપ્‍યું હતું, આ પ્રસંગે ટી.વાય.બી.એ.ની છાત્રા કુ. પરમાર ક્રિષ્‍નાએ પ્રેમચંદજીનાં પ્રસિઘ્‍ધ ઉપન્‍યાસ ભનિર્મલાભ પર સુંદર વકતવ્‍ય આપ્‍યું હતું, ત્‍યારબાદ પ્રા. ડો. વેલિયતે મુન્‍શી પ્રેમચંદજીનાં જીવન પર આધારિત એક સ્‍લાડ શો પ્રસ્‍તુત કર્યો હતો, કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન પ્રા. વેલિયતે કર્યુ હતું, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ પરિવાર અને વિદ્યાર્થિનીઓનો ઉત્તમ સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

error: Content is protected !!