સમાચાર

ગુજરાતમાં દારૂનું નેટવર્ક ઉભુ કરનાર યોગેશ ખેર ઝડપાયો

છેલ્‍લા રપ વર્ષથી સતત દારૂનું વેચાણ કરીનેસમગ્ર

ગુજરાતમાં દારૂનું નેટવર્ક ઉભુ કરનાર યોગેશ ખેર ઝડપાયો

એસપીની સૂચનાથી ક્રાઈમ બ્રાન્‍ચે મોટો જથ્‍થો કબ્‍જે કર્યો

અમરેલી, તા.6

અમરેલીના વતની અને છેલ્‍લા અંદાજિત રપ વર્ષથી વિદેશી દારૂનું વેચાણ કરીને સમગ્ર રાજયમાં જબ્‍બરૂ નેટવર્ક ઉભુ કરનાર યોગેશ ખેરની વધુ એક વખત વિદેશી દારૂના જથ્‍થા સાથે અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચે અટકાયત કરી છે.

અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્‍લાના ટોપ લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર યોગેશ બટુક ખેરને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્‍ડની કુલ બોટલ નંગ-444 કિંમત રૂા. 1,33,ર00 તથા મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂા. 6,પ00 તથા  ફોરવ્‍હીલ કાર નંબર જી.જે.1ર બી.આર. 9881, કિંમત રૂા. ર,00,000 તથા મારૂતિ સ્‍વીફટ ડીઝાયર કાર નંબરજી.જે.14 એ.કે. 47ર8 કિંમત રૂા. પ,00,000 મળી કુલ કિંમત રૂા.8,39,400નો મુદામાલ સાથે પકડી પાડેલ છે.

ચોકકસ બાતમી  મળેલ કે યોગેશ બટુક ખેર તથા માણાવાવનો હરદીપ દડુભાઈ વાળા એમ બંને અલગ અલગ ફોરવ્‍હીલ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ખાંભા તરફથી ધારી આવે છે. તેવી ચોકકસ બાતમી આધારે ધારી ખાંભા રોડ પર વેકરીયાપરામાં આવેલ ફાટક પાસે વોચ ગોઠવતા બાતમીવાળી ફોરવ્‍હીલ કાર બંને ફોરવ્‍હીલ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્‍થો મળી આવેલ હતો.

જયારે આ બનાવમાં નાશી ગયેલ ઈસમો  હરદીપ દડુભાઈ વાળા રહે. માણાવાવ, (તા. ધારી) તથા અજાણ્‍યો શખ્‍સની પોલીસે તપાસ આદરી છે.

પકડાયેલ ઈસમ યોગેશ બટુકભાઈ ખેર અમરેલી જિલ્‍લાનો ટોપ લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર છે તેના વિરૂઘ્‍ધમાં અમરેલી જિલ્‍લામાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં કુલ-7 ગુન્‍હા તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં 1 ગુન્‍હો, પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં પ ગુન્‍હા,  લીલીયા પોલીસ સ્‍ટેશનમાંમાં 1 ગુન્‍હો, લાઠી પોલીસ સ્‍ટેશનમાંમાં 1 ગુન્‍હો,) ધારી પોલીસ સ્‍ટેશનમાં 1 ગુન્‍હો, જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં ર ગુન્‍હાઓ મળી કુલ 18 ગુન્‍હાઓ રજિસ્‍ટર થયેલ છે. મજકુર ઈસમને અગાઉ તેની પ્રોહી પ્રવૃતિ બદલ પાસા તળે જેલ હવાલે કરવામાં આવેલહતો. પરંતુ તેણે પોતાની અસામાજિક પ્રવૃતિ બંધ નહીં કરતા ફરીથી એલ.સી.બી. અમરેલી દ્વારા તેને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

પકડાયેલ પ્રોહી બુટલેગર યોગેશ બટુકભાઈ ખેરની પૂછપરછ દરમિયાન આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો લુવારા ગામના અશોક જયતાભાઈ બોરીચા તથા બાલસીંગ જયતાભાઈ બોરીચા પાસેથી મેળવેલ હોવાનું જણાવેલ છે. અને આ પાંચેય ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહીબીશન ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ પ્રોહી મુદામાલ તથા આરોપી ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

error: Content is protected !!