સમાચાર

ઈ.સ. 1869નું અમરેલી

પ્રસ્‍તુત તસવીર અમરેલીનાં ગેટવેનાં વોટર કલર પેઈન્‍ટીંગની છે, જેને જહોન ફેડરીક લેસ્‍ટરે (18રપ-191પ) ર4 ફેબ્રુઆરી 1869ના રોજ બનાવી છે. ઈ.સ. 186પથી 1877 વચ્‍ચે જે. એચફ. લેસ્‍ટરે કાઠીયાવાડ, બોમ્‍બે, પૂના, મહાબળેશ્‍વર અને સાવંતવડીની વિવિધ જગ્‍યાઓનાં 30 વોટર કલર પેઈન્‍ટિંગ બનાવ્‍યા હતા. આ પેઈન્‍ટિંગ એ 30 પેઈન્‍ટીંગના આલબમમાંનું એક છે. આલબમનાં કવર પર ર્(ઋઃત્‍ભઝઃર્(એવું ગોલ્‍ડન અક્ષરોમાં લખેલું છે. અને કવરની અંદર ર્વઈાઈ ીભ્‍()ર્ભ્‍ચ્‍ લખેલું છે. આ પેઈન્‍ટિંગ સાથે તેનું વર્ણન કરાયું છે. જે કંઈક આ મુજબ છે. ભપ્રાચીન કિલ્‍લેબંધ અમરેલી શહેર પશ્ચિમ મઘ્‍ય ભાગમાં ગુજરાત રાજયનાકાઠીયાવાડ ઉર્પેીપમાં આવેલું છે. અહીં ઠેબી અને વારી નદીનાં કિનારા પર બે મંદિરોનાં ખંડેર આવેલા છે. ક્ષત્રિય રાજવંશ સમયથી નદીપટમાંથી પુરાતન સિક્કાઓ ગુજરાતનાં સુલ્‍તાનો અને ભારત-સાસરિયન સમયથી શહેરનાં મહત્‍વની ગવાહી આપે છે. ઈ.સ. 1793માં ભાવનગરનાં વખતસિંહે પાડોશી કાઠીઓ પાસેથી ચિત્તલનો કબજો મેળવ્‍યો અને તેમાંથી ઘણાં લોકોને અમરેલી અને જેતપુર લઈ ગયા. ત્‍યારથી અમરેલીનાં આધુનિક સમયનો પ્રારંભ માનવામાં આવે છે. 1810 થી 181પ સુધી કાઠીયાવાડનાં મુખ્‍ય સુબા રહેલ વિઠ્ઠલરાવ દેવજીએ અમરેલી શહેરનો વિકસ અને વિસ્‍તાર કર્યો. તેમણે શહેરને પાી મળે તે માટે ડેમ બંધાવ્‍યો. ઉપરાંત મંદિર, ઓફિસ, માર્કેટ, વગેરેનું નિર્માણ પણ કર્યુ.

error: Content is protected !!