સમાચાર

અમરેલીનાં પટેલ સંકુલમાં ‘‘કલ્‍ચરલ ફેસ્‍ટિવલ”ની ભવ્‍ય યજવણી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (પટેલ સંકુલ) અમરેલી ર્ેારાસંસ્‍થાનાં નિયામક મનસુખભાઈ ધાનાણીનાં માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક વર્ષ-ર019-ર0 નો ભભકલ્‍ચરલ ફેસ્‍ટિલ-ર019ભભનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીની બહેનોએ ભભપ્રાચીન-અર્વાચીન ગરબા, પંજાબી, મરાઠી, રાજસ્‍થાની, ડાંગી, ધમાલ નૃય, એકપાત્રિય અભિનય, માઈમ, એકાંકી, લઘુનાટક, મિમિક્રી વિ. કુલ 19 પ્રકારની કુલ રપ00 કલાકારોએ કુલ ર40 કૃતિઓની લાઈવ પ્રસ્‍તૃતિ કરીને 8000 (આઠ હજાર) વિદ્યાર્થીનીઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા, આ તકે પટેલ સંકુલમાં સંકુલની સ્‍થાપનાથી જ સેવા આપતાં નિયામક મનસુખભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા વીસ વર્ષથી અમો સૌરાષ્‍ટ્ર યુનિ. જી.ટી.યુ. તથા તાલુકા અને જિલ્‍લા કક્ષાનાં યુવક મહોત્‍સવની ગાઈડ લાઈન મુજબ નિયમાનુસાર સાંસ્‍કૃતિક સ્‍પર્ધાઓનું મેગા-ઈવેન્‍ટનાં સ્‍વરૂપે આયોજન કરીને તેમાં પ્રથમ, ર્ેિતીય અને તૃતીય સ્‍થાન પ્રાપ્‍ત કરનાર ટીમનાં દરેક સ્‍પર્ધકને વર્ષાન્‍તે પુરસ્‍કૃત કરીને આગળ રાજયકક્ષા સુધી મોકલીએ છીએ, મેગા ઈવેન્‍ટમાં સ્‍પર્ધકોને પ્રોત્‍સાહન આપવા માટે કેમ્‍પસ ડાયરેકટર તથા શાંતાબા મેડિકલ કોલેજ- અમરેલીનાં સ્‍થાનિક સંચાલક ચતુરભાઈ ખૂંટ ખાસ ઉપસ્‍થિત રહૃાાં હતા, કલ્‍ચરલ ફેસ્‍ટિવલ-19ની સફળતા માટે સ્‍થાપક પ્રમુખ, કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી,સેક્રેટરી બાબુભાઈ સાકરીયાએ સ્‍પર્ધકો તથા સ્‍થાનિક સંચાલકોને અભિનંદન આપ્‍યા હતા.

error: Content is protected !!