સમાચાર

અમરેલીમાં આજે ડો. જીવરાજ મહેતા ચોકમાં દેશભકિતનાં ગીતો રજૂ થશે

કાશ્‍મીરમાંથી 370ની કલમ દુર કરવાનાં નિર્ણય બદલ

અમરેલીમાં આજે ડો. જીવરાજ મહેતા ચોકમાં દેશભકિતનાં ગીતો રજૂ થશે

ગોળ-ધાણા અને સરબતનું વિતરણ કરાશે : ડો. કાનાબાર

અમરેલી, તા. પ

કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકારે કાશ્‍મીરને વિશેષ દરજજો આપતી 370ની કલમ દુર કરતાં સમગ્ર દેશમાં ઉત્‍સાહનો માહોલ ઉભો થયો છે. ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

દરમિયાનમાં આજે મંગળવારે સાંજે પ કલાકે ડો. જીવરાજ મહેતા ચોકમાં ડો. ભરત કાનાબાર સહિતનાં આગેવાનો ઘ્‍વારા ગોળ-ધાણા અને સરબતનું વિતરણ કરાશે અને દેશભકિતનાં ગીતો પણ રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તબીબો, એડવોકેટ, વેપારીઓ, આગેવાનો સહિત તમામ શહેરીજનો ઉપસ્‍થિત રહેશે.

error: Content is protected !!