સમાચાર

અમરેલીમાં વિ.હિ.પ. દ્વારા 370ની કલમ દૂર કરવાના નિર્ણયને આવકાર

 

જમ્‍મુ કાશ્‍મીરમાંથી ધારા-370 તથા આર્ટિકલ 3પએ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણયને આવકારવામાં આવેલ. અમરેલી વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજય સંકલ્‍પ રેલીનું આયોજન કરી શહેરના વિવિધ માર્ગો પર બાઈક રેલી કાઢીહતી અને રાજકમલ ચોકમાં ફટાકડા ફોડીને આ નિર્ણયને વિશ્‍વ હિન્‍દુ પરિષદના ઉપાઘ્‍યક્ષ હસમુખભાઈ દુધાતે આવકાર્યો હતો. અમરેલી વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને અમરેલી શહેર વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્‍યામાં હાજરી આપી હતી. તેવું પ્રસાર મંત્રી પ્રકાશ રાજગોર દ્વારા જણાવેલ છે.

 

error: Content is protected !!