સમાચાર

ચાવંડમાં ઠાકરદ્વારા શેરીમાં જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

એક પત્તાપ્રેમી નાશી છૂટવામાં સફળ

અમરેલી, તા.3

અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ચાવંડ ગામે ઠાકરદ્વારા શેરીમાં ચંદુભાઈ બચુભાઈ નગવાડીયાના રહેણાંક મકાન પાસે જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી મળતા બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા જુગાર રમતા કુલ પાંચ ઈસમો પકડાઈ ગયેલ અને એક ઈસમ નાશી ગયેલ જે તમામ ઈસમો વિરૂઘ્‍ધ જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઈસમો તથા મુદામાલ લાઠી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને નાશી ગયેલ ઈસમને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ (1) મહેશ ઉર્ફે લાલો ગોરખભાઈ વાણીયા, (ર) ભીખુભાઈ બીજલભાઈ બાંભવા, (3) ભરતભાઈ નાથાભાઈ બાંભવા, (4) જીલુભાઈ કરશનભાઈ ડેર અને પ્રવિણભાઈ બાલાભાઈ નગવાડીયાનો સમાવેશ થાય છે. જયારે નાશી ગયેલ આરોપી ચંદુભાઈ બચુભાઈ નગવાડીયા રહે. ચાવંડ.પકડાયેલ મુદામાલ રોકડા રૂા. 10,700/- તથા ગંજીપતાના પાના નંગ-પર તથા મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂા. 10,પ00 મળી કુલ કિંમત રૂા. ર1,ર00નો મુદામાલ.

error: Content is protected !!