સમાચાર

બાબરાનાં જનસેવા કેન્‍દ્રનાં ઓપરેટરનું કરાયું સન્‍માન

બાબરા, તા.3

બાબરામાં મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્‍દ્રમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ બગડા તેમની ફરજ પૂર્ણ નિષ્ઠાપૂર્વક અને નિયમિત રીતે બજાવી રહયા છે. ત્‍યારે કિરીટભાઈ બગડાની સેવાની નોંધ ધારાસભ્‍ય દ્વારા લેવામાં આવી હતી અને તેમનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ તકે મામલતદાર બગસુરીયા, તાલુકાપંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, પ્રભાતભાઈ કોઠીવાળ, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, તાલુકા વિકાસ અધિકારી બી.જી. સોલંકી સહિતના અધિકારી અને આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!