બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લાનાં એ.પી.એલ.કાર્ડ ધારકોનું કેરોસીન બંધ થતાં નારાજગી

ભાજપ સરકારે નિર્ણયમાં ફેરબદલ કરવો જરૂરી

અમરેલી જિલ્‍લાનાં એ.પી.એલ.કાર્ડ ધારકોનું કેરોસીન બંધ થતાં નારાજગી

એકપણ ધારાસભ્‍ય અવાજ ઉઠાવતા નથી

દામનગર, તા. 3

વર્તમાન ગુજરાત ભાજપ સરકારે એ.પી.એલ.-ર રેશનીંગ કાર્ડ ધારકોને 1 ઓગષ્‍ટથી કેરોસીન આપવાનું બંધ કરતાં કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ પંડિત દિનદયાળ સસ્‍તા અનાજની દુકાનો પરથી આપવામાં આવતો નક્કી કરાયેલ ખાદ્ય સામગ્રીઓ પૈકી કેરોસીન આપવાનું બંધ કરાતાં લાખો પરિવારો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે.

સરકારનાં આવા મનઘડત નિર્ણયથી અસંખ્‍ય પરિવારોનાં ઘરનાં ચુલા બંધ થઈ ગયા છે, સરકારે પ્રજાનાં હીત થાય, તેવા સરળ અને સુગમ નિર્ણયો લેવા જોઈએ, તેને બદલે જાણે કે તમામ પરિવારો સુખી સંપન્‍ન હોય, તેમ માની હક્કો ઉપર તરાપ મારી     રહી છે.

અચ્‍છે દિન અચ્‍છેદિનને બદલે ખરાબ દિવસો આવ્‍યા છે, પ્રજાએ ચૂંટી કાઢેલા ધારાસભ્‍યો માયકાંગલા બનીને બધું જોયા કરે છે.

રાજયનાં એકપણ ધારાસભ્‍યએ આ નિર્ણય બંધ રાખવા હિમ્‍મત કરી નથી.

ઉચો પગાર મેળવી, તિજોરી લૂંટતા માયકાંગલા ધારાસભ્‍યો નબળા પૂરવાર થયા છે.

દામનગરે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે પૂરવઠા વિભાગે જારી કરેલ પરિપત્ર રદ કરી, એ.પી.એલ.-રકાર્ડ ધારકોને કેરોસીન આપવાનું શરૂ કરવાં જણાવેલ છે.

આમ લોકોની ચિંતા કરવાને બદલે ચિંતામાં વધારો કરતી સરકારમાં સામાજીક કાર્યકરો અને રાજકીય આગેવાનોનાં રજૂઆત કરે, તેવી લાગણી અતુલ શુકલે વ્‍યકત કરી છે.

error: Content is protected !!