સમાચાર

બાબરાનાં ખાખરીયા ગામની સીમમાં જુગાર રમતાં 10 પત્તાપ્રેમી ઝડપાયા

રૂપિયા 4.74 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા. ર

એસઓજી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા એસઓજી ટીમ બાબરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ખાખરીયા ગામની સીમમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમે છે. જે હકીકત આધારે બાબતીમાં વર્ણનવાળી જગ્‍યાએ રેઈડ કરતા 10 આરોપીઓ જુગાર રમતાં રૂા. 4,74,600ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જુગાર રમતા રેઈડદરમિયાન પકડાયેલ ઈસમોમાં મગનભાઈ નરશીભાઈ બફલીપરા, લાલજીભાઈ ભગવાનભાઈ વાઘેલા, હિતેશભાઈ બાબુભાઈ થડેશ્‍વર, બાલુભાઈ બેચરભાઈ કાવઠીયા, બારાન ઉર્ફે ભીખો સલીમભાઈ બ્‍લોચ (મકરાણી), રાજુભાઈ જીવાભાઈ મેતર, અનકભાઈ દેવકુભાઈ બસીયા, રણજીતભાઈ ગોરધનભાઈ દુધાત, લાલજીભાઈ ધનજીભાઈ સીધપરા, ભદ્રેશભાઈ ભરતભાઈ બફલીપરા.

રેઈડ દરમિયાન જુગાર રમતા 10 ઈસમો પાસેથી રોકડા રૂા. 3,04,600 તથા ગંજી પતાના પાના નંગ-પર તથા મોબાઈલ ફોન નંગ-11 કિંમત રૂા. પ0 હજાર તથા મોટર સાયકલ નંગ-પ કિંમત રૂા. 1,ર0,000 મળી કુલ રૂા. 4,74,600નો મુદામાલ ઉપરોકત પકડયોલ 10 ઈસમો જાહેરમાં પૈસા-પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં રેઈડ દરમિયાન પકડાયેલ હોય જે તમામ ઈસમો વિરૂઘ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશમાં જુગાર ધારા હેઠળ ગુન્‍હો રજી. કરાવી વધુ તપાસ અર્થે બાબરા પોલીસમાં સોંપી આપેલ છે.

error: Content is protected !!