સમાચાર

અમરેલીમાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ માર્ગો બન્‍યા બિસ્‍માર

માત્ર 60 થી 70 દિવસમાં મોટાભાગનાં માર્ગો ધોવાઈ ગયા

અમરેલીમાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ માર્ગો બન્‍યા બિસ્‍માર

પાલિકાનાં ઓવરશીયર ગુલબાંગો ફેંકતા હતા કે માર્ગનું કામ નિયમ મુજબ થઈ રહૃાું છે

શહેરીજનોનાં પરસેવાનાં પૈસાનું પાલિકાએ પાણી કરી નાખતા નારાજગી ઉભી થઈ

અમરેલી, તા. 1

અમરેલી શહેરનાં અનેક માર્ગો તાજેતરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલ જેમાંથી લગભગ તમામ માર્ગો સામાન્‍ય વરસાદમાં ધોવાઈ જતાં અને મસમોટા ગાબડાઓ પડી ગયા હોય પાલિકાનાં અધિકારીની જવાબદારી નકકી કરવી જરૂરી          બની છે.

શહેરમાં થોડા દિવસો પહેલા જયારે માર્ગ બનાવવાનું કામ શરૂ હતું તયારે ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે પાલિકાનાં ઈજનેર એચ.પી. ખોરાસીયાને ટેલીફોનીક જાણ કરી હતી. જવાબમાં ઈજનેરે જણાવેલ હતું કે, માર્ગનું કામ નિયમ મુજબ ચાલે છે અને જો માર્ગ બિસ્‍માર બનશે તો રાજીનામું આપી દઈશ તેવી ગુલબાંગો ફેંકી હતી.

હવે માર્ગો બિસ્‍માર બનતા રાજીનામું આપવાનું વચન ભુલી જવાયું છે અને બિસ્‍માર માર્ગ પર માટી નાખીને કૌભાંડને દબાવવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહૃાું હોય પાલિકાનાં કમિશનરે શહેરની પદયાત્રા યોજીને શહેરની શું હાલત છે તેનો અનુભવ કરીને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગશહેરીજનો કરી રહૃાાં છે.

error: Content is protected !!