સમાચાર

અમરેલી જિલ્‍લામાં ‘‘હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠયો

આજથી શિવભકતોને અતિ પ્રિય પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ

અમરેલી જિલ્‍લામાં ‘‘હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠયો

નાગનાથ, કામનાથ, ભીડભંજન સહિતનાં શિવાલયોમાં સમગ્ર મહિના સુધી શિવભકિતનાં ઘોડાપુર ઉમટયા

ભોળાનાથની કૃપા મેળવવા માટે વિવિધ દ્રવ્‍યોથી અભિષેક કરવામાં આવશે

અમરેલી, તા. 31

અમરેલી જિલ્‍લામાં આજે ગુરૂવારથી પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થતો હોય જિલ્‍લાભરનાં શિવાલયોમાં ભભહર હર મહાદેવભભનો નાદ ગુંજી ઉઠયા હતા.

શહેરનાં સુપ્રસિઘ્‍ધ નાગનાથ મંદિરમાં વ્‍હેલી સવારે 6-1પ કલાકે મહાઆરતી યોજાશે તેમજ નદીકાંઠે બિરાજમાન કામનાથ મહાદેવ, જીવન મુકતેશ્‍વર, ભીડભંજન સહિતનાં તમામ શિવાલયોમાં શિવભકતો ઘ્‍વારા વિવિધ દ્રવ્‍યથી અભિષેક કરીને શિવકૃપાા મેળવવાનો પ્રયાસ થશે.

શહેરનાં અતિ પ્રાચીન નાગદેવતા મંદિર અને કામનાથ મંદિરે આખા મહિના દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

તદઉપરાંત સાવરકુંડલા, રાજુલા, ખાંભા, વીજપડી, ધારી, ચલાલા, બગસરા, કુંકાવાવ, વડીયા, બાબરા, ચિતલ, લાઠી, દામનગર, લીલીયા સહિતનાં શહેરો અને ગામોમાં પણ શિવભકતોમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

એક તરફ મેઘકૃપા વરસી રહી હોય બીજી તરફ શ્રાણવ મહિનાનો પ્રારંભ થતાં ઉત્‍સાહ બેવડાયો છે.

error: Content is protected !!