સમાચાર

પાલિકા દ્વારા રૂપિયા 1.પ કરોડનાં ખર્ચે લેડીઝ અને જેન્‍ટસ માટે જીમ્‍નાશીયમ બનાવાયું

અધિકારીઓ અને પદાધિકારીઓની શહેરીજનોને અનેરી ભેટ

અમરેલીમાં અતિ આધુનિક જિમ્‍નેસિયમનું નિર્માણ

પાલિકા દ્વારા રૂપિયા 1.પ કરોડનાં ખર્ચે લેડીઝ અને જેન્‍ટસ માટે જીમ્‍નાશીયમ બનાવાયું

સ્‍વાતંત્ર્ય દિને સાંસદ, ધારાસભ્‍ય, પાલિકા પ્રમુખ અને પી.પી. સોજીત્રાની ઉપસ્‍થિતિમાં પ્રારંભ થશે

અમરેલી, તા. 30

અમરેલી શહેરનાં લોકોનાં આરોગ્‍યની સુખાકારી માટે અમરેલી નગરપાલિકા ઘ્‍વારા તેમજ શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાની દેખરેખ નીચે રૂા. 1.પ કરોડનાં ખર્ચે અદ્યતન સાધનો સાથેનું લેડીઝ તથા જેન્‍ટસ જિમ્‍નેસિયમ તૈયાર કરેલ છે. તેમજ રૂા. 60 લાખના ખર્ચે ઈન્‍ટરનેશનલ કક્ષાનો બેડમીન્‍ટન કોટ તૈયાર કરેલ છે. અમરેલી શહેરનાં લોકોને મોટા શહેરો જેવી કોર્પોરેટ કક્ષાની સુવિધા એકદમ નજીવી ફીમાં મળશે. શહેરમાં અન્‍ય જિમ્‍નેસિયમોની સરખામણીમાં ફકત 33% ફીમાં શહેરનાં સ્‍પોર્ટસમેનો લાભ લઈ શકશે.

ઉપરોકત જિમ્‍નેસિયમમાં રૂા. ર0 લાખનાં સાધનો સરકારનાં રમત ગમત અને સાંસ્‍કૃતિક વિભાગ તરફથી આપવામાં આવેલ છે. જેમાં અમરેલી કલેકટર આયુષ ઓકનો મહત્‍વનો     ફાળો છે. તેમજ અદ્યતન બેડમીન્‍ટન કોટમાં અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તરફથી રૂા. રપ લાખની ગ્રાન્‍ટ ફાળવેલ છે.

ઉપરોકત અદ્યતન જિમ્‍નેસિયમ તેમજ બીડમીન્‍ટન કોર્ટનું ઉદઘાટન આગામી1પમી ઓગષ્‍ટને ગુરૂવારનાં રોજ સવારે 10-30 કલાકે રાખેલ છે. આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષ સ્‍થાને સાંસદ નારણભાઈ કાછડીયા રહેશે. મુખ્‍ય મહેમાન તરીકે અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી રહેશે. જિમ્‍નેસિયમનું ઉદઘાટન અમરેલી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાનાં વરદહસ્‍તે રાખેલ છે. તેમજ બેડમિન્‍ટન કોટનું ઉદઘાટન ડો. ભરતભાઈ કાનાબારનાં વરદહસ્‍તે રાખેલ છે.

ઉપરોકત કાર્યક્રમમાં શહેરનાં લોકોએ ખાસ ઉપસ્‍થિત રહેવા અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા તેમજ સમર્થ વ્‍યાયામ મંદિર ટ્રસ્‍ટ વતી પ્રમુખ બેચરભાઈ પોકળની સંયુકત યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!