સમાચાર

અંતે અનાજ માફીયાઓ વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાઈ

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં બઘડાટી બોલાવ્‍યા બાદ

અંતે અનાજ માફીયાઓ વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાઈ

કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા મહાકાય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતાં અનાજ માફીયાઓમાં ફફડાટ

રાજુલાનાં મામલતદારની ફરિયાદનાં આધારે અર્ધો ડઝન શખ્‍સોની અટકાયત કરવામાં આવી

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લામાં કલેકટર અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલાના ગ્રામ્‍ય અને શહેરમાં આવેલ રેશનિંગ દુકાનોમાં ચેકીંગ કરતા રેશનિંગ ઓપરેટરો ઘ્‍વારા ફિંગરનો મિસ યુઝ કરીને લાખો રૂપિયાનો રેશનિંગનાં પુરવઠાનું કૌભાંડ સામે આવ્‍યું છે. રેશનિંગ પુરવઠા કૌભાંડ અંગે રાજુલા મામલતદારે આઠ જેટલા રેશનિંગ લાયસન્‍સ ધારકો સામે રાજુલા પોલીસ સ્‍ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા 8 કૌભાંડીઓ વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધી પોલીસે 6 જેટલા શખ્‍સોની ધરપક કરી 16 શકમંદની પુછપરછનો દોર શરૂ કરાયો છે.

આ રાજુલામાં ગરીબ વ્‍યકિતઓ માટે સરકારી રેશનિંગની દુકાનોમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરતા કૌભાંડીઓ સામે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં આવી કાર્યવાહીની કવાયત હાથ ધરી છે. જિલ્‍લા કલેકટર આયુષ ઓક અને જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે અલગ અલગ 16 ટીમો બનાવી શહેર અને ગ્રામ્‍યવિસ્‍તારમાં આવેલ રેશનિંગની દુકાનોમાં વપરાતા કોમ્‍પ્‍યુટરમાં ફિંગર લેતા ઓપરેટરો ઉપર સર્ચ કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બે દિવસથી ચાલતા રેશનિંગના કૌભાંડનો પર્દાફાશ પુરવઠા અને પોલીસની તપાસ દરમિયાન મળી આવતા રાજુલા મામલતદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે 6 શખ્‍સોની ધરપકડ કરીને લાખોના ગરીબોના અનાજનો પુરવઠો ઓળવી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજુલા મામલતદારે રેશનિંગનો પુરવઠો ખોટા ફિંગરને કારણે ઉપાડીને રેશનિંગના કોમ્‍પ્‍યુટર ઓપરેટર સહિતના રેશનિંગના ડિલરોને હાલ પોલીસે પકડીને પુછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાક લોકોના નામે ખોટી રીતે ફિંગર લગાવી જથ્‍થો સગેવગે કરવામાં આવ્‍યો છે. જેમાં તપાસ કરતા રેશનિંગના પુરવઠાનો જથ્‍થો પણ લાખોની સંખ્‍યામાં હોવાની વિગતો પોલીસ તપાસ અધિકારીએ જણાવતા કહૃાું હતું કે, ઘઉં 44 લાખ હજાર, ચોખા ર1 લાખ પ8 હજાર, ખાંડ ર લાખ 61 હજાર કિલોગ્રામ અને કેરોસીન 11 લાખનું કાળાબજાર વહેંચાણ કરી દીધાનું કૌભાંડ હાલ અત્‍યારે બહાર આવ્‍યું છે. 8 વ્‍યકિતઓ સામે પોલીસ ફરિયાદ થયા બાદ 6 વ્‍યકિતઓની ધરપકડ પોલીસે કરી છે અને હજુ પણ 16 શંકાસ્‍પદ શખ્‍સોને પોલીસેરાઉન્‍ડઅપ કરીને ખાનગી રાહે પુછપરછ હાથ ધરી છે. સમગ્ર સસ્‍તા અનાજના પુરવઠાનું કૌભાંડ અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી સહિતનું હોવાનું તપાસ અધિકારીએ પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને વિગતો આપી હતી.

અમરેલી જિલ્‍લાનું લાખો રૂપિયાનું રેશનિંગ કૌભાંડ પોલીસ તંત્રએ પકડી પાડતા રાજુલાની રેશનિંગની દુકાનોમાં તાળા લાગી ગયા હતા. ત્‍યારે પોલીસ અને પુરવઠા વિભાગની તપાસ દરમિયાન રાજુલાના એપીએમસી સેન્‍ટર ખાતે એક દુકાનમાં તપાસ કરતા સર્વર રૂમ સામે આવતા પોલીસને પ્રાથમિક દ્રષ્‍ટિએ બીટકોઈન જેવું કૌભાંડ પણ આ સાથે સામેલ હોવાની શંકાએ ક્રિપ્‍ટો કરન્‍સીનું કૌભાંડ પણ સામે આવે તેવા સમીકરણો સાકાર થઈ ગયા છે. ગાંધીનગર એફએસએલની હેડ ઓફીસથી ર એકસપોર્ટ બોલાવી તપાસ કરી તમામ ઈલેકટ્રીક શંકાસ્‍પદ વસ્‍તુઓને ગાંધીનગર લઈ જવાયું છે. આ સમગ્ર કૌભાંડને અમરેલી જિલ્‍લાના કલેકટર આયુષ ઓકે માહિતી આપતા રેશનિંગ કૌભાંડ સમગ્ર જિલ્‍લામાં ફેલાયું હોય તેવી આશંકાઓ વચ્‍ચે 8 મામલતદારોની 16 ટીમો બનાવીને આખા જિલ્‍લામાં રેશનિંગના પુરવઠાનું કૌભાંડનો પર્દાફાશ થવાની ગતિવિધિ તેજ થઈ છે.

error: Content is protected !!