સમાચાર

અમરેલી સહિત 3 જિલ્‍લામાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

એસપીની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે સપાટો બોલાવી દીધો

અમરેલી સહિત 3 જિલ્‍લામાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

ગારીયાધાર, સોનગઢ, રાજુલા, બાબરા, પાલિતાણા, બોટાદ સહિતનાં શહેરોમાં ચોરી કરી હતી

અમરેલી, તા.રપ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય જિલ્‍લામાં મિલ્‍કત સંબંધી વણશોધાયેલા ગુન્‍હાઓ શોધી  કાઢી, આવા ગુન્‍હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદામાલરીકવર કરી, મૂળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ માહિતી મેળવી ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીઓ કરનાર ગેંગના સભ્‍યોને વોચ ગોઠવી પકડી પાડી ચોરીઓમાં ગયેલ વાહનો, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતનો મુદામાલ રીકવર કરી અમરેલી જિલ્‍લા તથા ભાવનગર અને બોટાદ જિલ્‍લાઓમાં થયેલ દસથી વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

(1) મનોજ ઉર્ફે વિજય બચુભાઈ સાંથળીયા (વિરડી), (ર) રાજુભાઈ ધીરૂભાઈ વેગડ, (3) ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક સાંસાભાઈ ઉર્ફે પાંચાભાઈ સોલંકી, (4) મહિપત લક્ષ્મણભાઈ સોલંકી, (પ) વિનુભાઈ દેવજીભાઈ પંચાસરા.

ગુન્‍હો કરવાની રીત : ઉપરોકત આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહી જુદા-જુદા ગામોમાં બંધ મકાનોની રેકી કરી, મઘ્‍ય રાત્રિ દરમિયાન બારી, દરવાજાઓના ગ્રીલ તથા તાળા તોડી ગે.કા. પ્રવેશ કરી રોકડ રકમ તથા કિંમતી સોના-ચાંદીના દાગીઓની ચોરી કરી, મકાન/દુકાન બહાર પડેલ મોટર સાયકલોની ઉઠાંતરી કરી ચોરીના ગુન્‍હાઓને અંજામ આપતા હતા.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ : (1) સોના ચાંદીના ઘરેણા કિંમત રૂા. 40,033, (ર) રોકડ રકમરૂા. પ,000/-, (3) એક સેમસંગ કંપનીનું કાળા કલરનું 400ોશઢ× મોડલનું ,ડ ઈંચનું ીહમ તઈઅઈ કિંમત રૂા. 10,000/-, (4) એક જીનીયસ કંપનીનું કાળા કલરનું નઘ×ક્ષ્ક્ષ્તઢમીશ્‍ મોડલનું ઘ× ઈંચનું ીહમ તઈઅઈ કિંમત રૂા. 7,000/-, (પ) એક જ. કંપનીનું લેપટોપ, માઉસ, ચાર્જર વિ. કિંમત રૂા. 10,000/-, (6) મોબાઈલ ફોન નંગ-6 કિંમત રૂા. 3પ,000/-, (7) ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ડીસમીસ, પક્કડ, છરી, ગુપ્‍તી વિ. હથિયારો કિંમત રૂા. 4પ0/- આરોપી પાસેથી મળી આવેલ છે.

error: Content is protected !!