સમાચાર

લાઠીથી ભુરખીયા મંદિર સુધી મેઘ મનામણા યાત્રા યોજાઈ

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં

લાઠીથી ભુરખીયા મંદિર સુધી મેઘ મનામણા યાત્રા યોજાઈ

પક્ષાપક્ષીથી દુર રહીને દરેક પક્ષ અને સંસ્‍થાનાં મહત્‍વનાં આગેવાનો પણ પદયાત્રામાં જોડાયા

આશ્ચર્યજનક રીતે યાત્રાનો પ્રારંભ થાય તે પહેલાં જ જિલ્‍લામાં દે ધનાધન વરસાદ ખાબકયો

ધારાસભ્‍યો ધાનાણી, ઠુંમર, કાકડીય,ા પી.પી. સોજીત્રા પણ ઉપસ્‍થિત રહેતા અનેરો ઉત્‍સાહ ઉભો થયો

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લાનાં સર્વાંગી વિકાસ માટે ઝઝુમતા જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર ઘ્‍વારા રવિવારે સવારે લાઠીથી ભુરખીયા હનુમાન મંદિર સુધીનીમેઘ મનામણા યાત્રા યોજાઈ હતી.

અમરેલી જિલ્‍લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો, શ્રમજીવીઓ, વેપારીઓ અને વહીવટીતંત્રમાં ચિંતાનો માહોલ ઉભો થયો હોય ડો. કાનાબારે હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે પદયાત્રાનું આયોજન કર્યુ હતું.

આશ્ચર્યજનક રીતે યાત્રાનો પ્રારંભ થાય તે પહેલાં જ સમગ્ર જિલ્‍લામાં મેઘમહેર થતાં પદયાત્રાીઓમાં શ્રઘ્‍ધાનાં ઘોડાપુર ઉમટયા હતા.

પક્ષાપક્ષીથી દુર રહીને યોજાયેલ આ પદયાત્રામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કોંગી ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, વીરજીભાઈ ઠુંમર, પી.પી. સોજીત્રા, જીતુભાઈ ગોળવાળા, જયેશ ટાંક, ડો. ચંદ્રેશ ખૂંટ, ડો. ભાવેશ મહેતા સહિતનાં પ્રતિષ્ઠિત આગેવાનો, સામાજિક સંસ્‍થાઓનાં પ્રતિનિધિઓ સહિત મોટી જનમેદની જોડાઈ હતી અને ભુરખીયા હનુમાનજી મંદિરે મહાપ્રસાદ યોજાયો હતો. આ પદયાત્રાને સાધુ- સંતો સહિત દરેક સમાજે શુભેચ્‍છા પાઠવી હતી.

error: Content is protected !!