સમાચાર

અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાંથી વિદેશી દારૂની 3પ0 બોટલ ઝડપાઈ

કુલ રૂપિયા ર.6પ લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા. રર

અમરેલીનાં બ્રાહ્મણ સોસાયટીમાં સ્‍વામિનારાયણનગર શેરી નં.1 માંથી રાજકોટથી અલ્‍ટો કારમાં લાવેલ ઈંગ્‍લિશ દારૂ સાથે બે આરોપીને અમરેલી એસઓજી ટીમે ઝડપી પાડયા હતા. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અન્‍વયે તા.ર1નાં રોજ એસઓજીની ટીમે બાતમીનાં આધારે બ્રાહ્મણ સોસાયટીમાં બે ઈસમોને અલ્‍ટો કાર તથા ઈંગ્‍લિશ દારૂની બોટલો નંગ 3પ0 સાથે ઝડપીપાડેલ છે.

પકડાયેલ આરોપીનું નામ ઈન્‍દ્રભાઈ ઉર્ફે રામકુ વલકુભાઈ વાળા (ઉ.વ. ર0), સૂરજભાઈ દીનેશભાઈ ઉર્ફે દિલુભાઈ વાળા (ઉ.વ. ર7) રહે.બન્‍ને અમરેલી બહારપરા હોવાનું તથા ફરાર આરોપીનું નામ ભયકુભાઈ ધાખડા (રહે. રાજકોટ) હોવાનું સામે આવ્‍યું છે. આરોપી પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્‍લિશ દારૂની બોટલ નંગ પ0 કિ.રૂા.1,0પ,000 તથા મોબાઈલ ફોન નંગ-ર કિ. રૂા. 10,000 તથા મારુતિ સુઝુકી કંપનીની અલ્‍ટો કાર કિ. રૂા. 1,પ0,000 મળી કુલ મુદ્યામાલ સહિત કિ.રૂા.ર,6પ,000 ના મુદ્યામાલ સાથે ઉપરોકત આરોપીઓ વિરૂઘ્‍ધ પ્રોહિબિશન એકટ હેઠળ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ગુનો રજી. કરીવધુતપાસ અર્થે સોંપી આપેલ છે. આ કાર્યવાહી અમરેલી એસઓજી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર. કે. કરમટા તથા એસઓજી ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

error: Content is protected !!