સમાચાર

નાના માચીયાળાનાં અરવિંદભાઈ ઢાવર વાપરે છે નિઃશૂલ્‍ક વીજળી

સૌર ઉર્જા સંચાલિત સિંચાઈ પમ્‍પની સહાયથી

નાના માચીયાળાનાં અરવિંદભાઈ ઢાવર વાપરે છે નિઃશૂલ્‍ક વીજળી

સાડા ચાર લાખનાં સોલાર પેનલ ફિટિંગનાં કાર્ય માટે ફકત રૂા. 36,પ00 ચૂકવવા પડયા

અમરેલી, તા.18

તાજેતરમાં રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સૌર ઉર્જા સંચાલિત સિંચાઈ પમ્‍પ માટેની યોજનાની સહાય અમરેલી જિલ્‍લાના નાના માચીયાળા ખાતે રહેતા ખેડૂત મિત્ર અરવિંદભાઈ ઢાવરને મળી છે. આ યોજના અંતર્ગત અરવિંદભાઈને લગભગ સાડા ચાર લાખના સોલાર ફિટિંગના કાર્ય માટે ફકત રૂા. 36,પ00 ચૂકવવા પડયા છે.

આ અંગે વધુ માહિતી આપતા અરવિંદભાઈએ જણાવ્‍યું હતું કે હવે પહેલા કરતા પરિસ્‍થિતિ ઘણી સુધરી છે. પહેલા તો અમારે ખેતરમાં પાણી વાળવા જવું પડતું હતું પણ આ યોજનાથી અમને સવારે 7 વાગ્‍યાથી સાંજના 6 વાગ્‍યા સુધી વીજ પુરવઠો મળતો થયો છે. આ ઉપરાંત અમે એકદમ નિઃશૂલ્‍ક વીજપુરવઠો વાપરી શકીએ છીએ. આમ કોઈપણ જાતના વીજળીના બીલ વગર અમને ખૂબ મોટો આર્થિક લાભ થવા પામ્‍યો છે.

આ યોજના અંગે એમનેમાહિતી મળતા એમણે તાત્‍કાલિક પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો સંપર્ક કરી તમામ વિગતો મેળવી હતી. ત્‍યારબાદ એમણે પોતાનું નામ નોંધાવી આ યોજનાનો લાભ મેળવ્‍યો છે. આ ઉપરાંત એમણે તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

error: Content is protected !!