સમાચાર

બાબરામાં ‘‘ખેડૂતોને હકક” આપવાની માંગ ઉભી થઈ : આવેદનપત્ર સુપ્રત કરાયું

તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું

બાબરામાં ‘‘ખેડૂતોને હકક” આપવાની માંગ ઉભી થઈ : આવેદનપત્ર સુપ્રત કરાયું

બાબરા પંથકને અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યા બાદ કપાસનાં વીમાની રકમ ન મળતા રોષ

બાબરા, તા. 10

બાબરામાં તાલુકા કિસાન સંઘ ઘ્‍વારા વિવિધ માંગણીઓ મુદે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યકત કર્યો હતો. ખેડૂતોને પોતાનો હકક આપોનાં સુત્રોચ્‍ચાર સાથે મોટી સંખ્‍યામાં ખેડૂતો કિસાન સંઘના આવેદનપત્રમાં જોડાયા હતા.

બાબરા તાલુકા કિસાન સંઘ ઘ્‍વારા રાજય સરકાર સામે ખેડૂતોની વિવિધ માંગણીઓ મુદે માર્કેટીંગયાર્ડ ખાતે બેઠક યોજાઈ હતી અને ત્‍યારબાદ બાબરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

બાબરા તાલુકા કિસાન સંઘ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્‍યું છે કે, બાબરા તાલુકો અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યો હોવા છતાં કપાસનો વીમો આપવામાં આવ્‍યો હતો. તેમજ ઘાસચારાનું માલધારીઓને વિતરણ કરવામાં આવ્‍યું નથી. તેમજ વીમાનું પ્રિમીયમ મરજીયાત કરવામાં આવે તેમજ વીજળીનું બિલ માફ કરવામાં આવે, 7/1ર 8-અ ના ઉતારાના પાંચ રૂપિયાની જગ્‍યાએ બે રૂપિયા વસુલ કરવામાં આવે તેમજ ટ્રેકટર ટ્રોલીનો ટેકસ નાબૂદ કરવામાં આવે. રિસર્વેની કામગીરી ફરી કરવામાં આવે, ટપક પઘ્‍ધતિમાંથી ટેકસનેનાબૂદ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ યોજનાઓની ખેડૂતોને માહિતી પુસ્‍તિકાઓ આપવામાં આવે તેમજ ભૂંડ અને રોજના ત્રાસમાંથી ખેડૂતોને છુટકારો આપવામાં આવે. આમ ખેડૂતોને મુંઝવતા અનેક મુદાને સમસ્‍યાઓને વાચા આપવા અને તેનું યોગ્‍ય નિરાકરણ માટે તાલુકા કિસાન સંઘના પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરા, ભાનુભાઈ પાનશેરીયા સહિતના આગેવાનોની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું.

error: Content is protected !!