સમાચાર

અમરેલીનાં હીરાનાં એક વેપારી આર્થિક રીતે તુટી ગયા

રૂપિયા 1રપ લાખ જેવી રકમ અનેક વ્‍યકિતઓની ડૂબી ગઈ

અમરેલીનાં હીરાનાં એક વેપારી આર્થિક રીતે તુટી ગયા

છેલ્‍લા ત્રણ વર્ષથી આર્થિક મંદીનાં માહોલમાં બેછેડા ભેગા થતાં ન હોય પરેશાન થઈ કર્યુ સ્‍થળાંતર

જિલ્‍લાનાં વેપાર ધંધામાં ભયાનકપણે મંદીનો માહોલ હોય અનેક વેપારીઓ ચિંતામગ્ન બન્‍યા

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં નોટબંધી, જીએસટી અને અપુરતા વરસાદથી ભયાનકપણે આર્થિક મંદીનો માહોલ ઉભો થયો હોય નાના-મોટા વેપારીઓને તેમના ધંધા-રોજગાર ચલાવવા મુશ્‍કેલ બની ગયા હોય તેવા જ સમયે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ એક વેપારી રૂપિયા સવા કરોડ જેવી રકમ ચુકવવામાં નિષ્‍ફળ રહેતા અન્‍ય મેટ્રો શહેર તરફ સ્‍થળાંતર કરી ગયાની ચર્ચાએ જોર પકડેલ છે.

અમરેલી જિલ્‍લામાં કૃષિક્ષેત્ર બાદ સૌથી વધુ રોજગારી એક સમયે આપતાં હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહૃાો છે. જિલ્‍લામાં છેલ્‍લા ઘણા વર્ષોથી હીરાનો વેપાર કરતાં એક પરિવાર આર્થિક રીતે તુટી જતાં અને લેણદારોને રકમ આપવામાં નિષ્‍ફળ રહેતા તેઓ શહેર છોડીને જતા રહેતાં નાના-મોટા કારખાના સહિત અનેક વેપારીઓનાં રૂપિયા સવા કરોડ જેવી રકમ ફસાઈ જતાં આગામી દિવસોમાં તે વેપારી વિરૂઘ્‍ધ ફરિયાદ થવાની પણ શકયતા નકારી શકાતી નથી.

error: Content is protected !!