બ્રેકીંગ ન્યુઝ

રાજુલાનાં વડ ખાતેની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ

દેશનું ભવિષ્‍ય જયાં તૈયાર થતું હોય છે તેવી શાળાની હાલત સુધારવી જરૂરી

રાજુલાનાં વડ ખાતેની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ

જયાં સુધી મકાનનો પ્રશ્‍ન દૂર નહીં થાય ત્‍યાં સુધી તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી આપી

અમરેલી, તા.10

હજુ ગઈકાલે જ વિધાનસભામાં શિક્ષણ વિભાગને લઈ પૂછાયેલા પ્રશ્‍ન દરમિયાન જ જવાબદાર મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે, અમરેલી જિલ્‍લામાં 149 પ્રાથમિક શાળામાં 4ર0 જેટલા ઓરડાની ઘટ હોવાનું જણાવ્‍યું છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં છાસવારે શિક્ષણના પ્રશ્‍નોને લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારાશિક્ષણનો બહિષ્‍કાર, શાળાને તાળાબંધી જેવા કાર્યક્રમ આપવામાં આવે છે. છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોય, બાળકોનું ભવિષ્‍ય અંધકારમય બનતું જાય છે. ત્‍યારે રાજુલા તાલુકાના વડ ગામે આજે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે.

રાજુલા તાલુકાના વડ ગામે આવેલ પ્રાથમિક શાળા અતિ જર્જરીત હાલતમાં હોય, અને સરકાર દ્વારા આ શાળાના બિલ્‍ડીંગને સને-ર013માં પાડી અને તેમના સ્‍થાને નવું શાળા માટે બિલ્‍ડીંગ બનાવવા માટે થઈ મંજૂરી આપવામાં આવેલ છે.

આમ છતાં આ જર્જરીત શાળાને ઘ્‍વંશ કરી નવી શાળાનું બિલ્‍ડીંગ ઉભું નહીં થવાના કારણે દેશી નળિયાવાળી જર્જરીત શાળામાં અભ્‍યાસ કરવા મજબૂર બનવું પડે છે. જેનાથી આ શાળામાં અભ્‍યાસ કરતા ભૂલકાઓ માટે જીવનું જોખમ ઉભું થવા પામેલ છે.

અનેક રજૂઆત પછી પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ યોગ્‍ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે રાજુલા તાલુકાના વડ ગામના રહીશો દ્વારા આજે શિક્ષણનો બહિષ્‍કાર કરી ગામમાં આવેલ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી નાખતા રાજુલા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વડ ગામના આગેવાનો દ્વારા એમ પણ જણાવાયું છે કે, જયાં સુધી શાળાના બિલ્‍ડીંગનો પ્રશ્‍ન હલ ન થાય ત્‍યાં સુધી પ્રાથમિક શાળાના તાળા ખોલવામાં આવશેનહીં.

error: Content is protected !!