સમાચાર

અમરેલી જિલ્‍લામાં થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરવા માંગ

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ ઉચ્‍ચ અધિકારીઓને કરી રજૂઆત

અમરેલી જિલ્‍લામાં થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરવા માંગ

રમકડા અને ખેત તલાવડી કૌભાંડ અંગે હાઈકોર્ટનાં ઓરલ ઓર્ડર સાથે તકેદારી આયોગમાં કરી રજૂઆત

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં થયેલ વિવિધ વિભાગોનાં કૌભાંડ અંગે તટસ્‍થ તપાસ કરવાની માંગ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ઉચ્‍ચ અધિકારીને કરી છે.

અમરેલી શહેરમાં ગૌચરની જમીન પર રાજકીય નેતાનું દબાણ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી જે મુદે કમિશનરમહેસુલ વિભાગ તેમજ મુખ્‍યમંત્રી કાર્યાલયને ગૌચર દબાણ સામે કાર્યવાહી કરવા રજૂઆત તેમજ રમકડા અને ખેત તલાવડી કૌભાંડના કૌભાંડો મુદે ગુજરાત હાઈકોર્ટના ઓરલ ઓર્ડર સાથે બધા પુરાવાઓ સાથે તકેદારી આયોગ ગુજરાત, મુખ્‍ય સચિવ ગુજરાત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સચિવ, એસીબી ડાયરેકટર, રમકડા અને જીએલડીસી કૌભાંડોની પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી. તેમજ અમરેલી જીલ્‍લામાં રેશનિંગ કૌભાંડની તપાસ માટે પુરવઠા વિભાગની અને પોલીસ ફરિયાદોની તપાસ કરના ડીવાયએસપીએ નાણાકીય વહીવટ કરી તપાસ રફેદફે કરવા મુદે પુરાવાઓ સાથે રાજય પોલીસ વડા ગુજરાત, એસીબી ડાયરેકટર અમદાવાદ ગુજરાતને ફેર તપાસ કરવા માંગણી કરી છે. તેમજ અમરેલી નગરપાલિકાના ગ્રીટ અને મોરમ 80 લાખનું તેમજ ટ્રેકટર ટ્રોલી પ ની 11 લાખની ઉંચા ભાવે ખરીદી કૌભાંડની તપાસ કમિશનર શહેરી વિકાસ વિભાગને રજૂઆત કરવામાં આવી. અને સુરત શહેરમાં 7પ જેટલી સ્‍કૂલોને એવી મંજૂર કરી છે જેનાં સરકારનાં એકપણ નિયમ પાલન થયેલ નથી અને બાળકોના શોષણ મુદે માનવ અધિકાર આયોગ ગુજરાતને પુરાવાઓ ફોટા સાથે માહિતીવાળી રજૂઆત કરવામાં આવી. આમ બધી બાબતે અધિકારીઓ ઘ્‍વારા યોગ્‍ય તપાસ થશે અને કાર્યવાહી થશેતેમ જણાવેલ.

error: Content is protected !!