સમાચાર

હાશકારો : રાજુલામાં વર્ષોથી વીજપુરવઠાને લઈને ઉભી થયેલ નારાજગીનો અંત આવી જશે

ધારાસભ્‍ય અંબરીષ ડેરે વિધાનસભા ગૃહમાં રજુઆત કરતા

હાશકારો : રાજુલામાં વર્ષોથી વીજપુરવઠાને લઈને ઉભી થયેલ નારાજગીનો અંત આવી જશે

અમરેલી અને ભાવનગર જિલ્‍લાનાં 300 કર્મીઓ વીજ સમસ્‍યા હલ કરશે

રાજુલા, તા.10

રાજુલા-જાફરાબાદ તાલુકાના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર દ્વારા ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલ સમક્ષ લાઈટ પ્રશ્‍નને રજુઆત કરવામાં આવી હતી. એના અનુસંધાને થોડાક દિવસ પહેલા ગુજરાત રાજયના એમ.ડી.સચિવ પંડયા અને ભાવનગરથી રાડા રાજુલાની વિજીટે આવેલા હતા. પીજીવીસીએલ કચેરીની મુલાકાત લીધી હતી તે દરમિયાન ધારાસભ્‍ય વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે તેવોની મુલાકાત થઈ નહોતી તેમના પ્રતિનિધી તરીકે ચેતનભાઈ ભુવાને નિરવ ભટ્ટ દ્વારા અધિકારીને મળીને રાજુલા શહેરના વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાનું કારણો દર્શાવ્‍યા હતા જેમાં વર્ષ સો જુના વાયરો તેમજ એક એરિયામાં પ્રોબ્‍લેમ હોવાના કારણે અડધા શહેરનીલાઈટ પુરવઠો બંધ કરવામાં આવતો હતો જેના કારણે રાજુલાની જનતા ત્રાહિમામ પોકારી જતી હતી તેમજ સબ સ્‍ટેશનના જમ્‍પરો સહિતના પ્રશ્‍નની ગુજરાત રાજયના એમ.ડી.સચિવ પંડયાને અંબરીશ ભાઈ ડેર વતી તેમના પ્રતિનિધી તરિકે ચેતન ભુવા દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને આવતી કાલના સવારના આઠથી પાંચ વીજપુરવઠો બંધ રહેશે અને અમરેલી અને ભાવનગર જિલ્‍લાના 300 થી 400 જેટલા કર્મચારીઓ આવશેને લાઈટ પ્રશ્‍નનો દુર કરશે આ કામ છ ગુરૂવાર સુધી ચાલશે જેમાં પ00 જમ્‍પરો વાયરો સહિતના જુના સાધનોની જગ્‍યાએ નવા સાધનો નાખવામાં આવશે. જેથી રાજુલા શહેરનો વર્ષો જુનો લાઈટનો પ્રશ્‍ન 6 ગુરૂવાર દરમિયાન કામગીરી કરીને હલ થશે તેવું રાજુલા- જાફરાબાદના ધારાસભ્‍ય દ્વારા જણાવવામાં આવ્‍યું હતું દરેક એરીયા વિસ્‍તાર મુજબ અલગ-અલગ લગાવવામાં આવશે જેથી કરીને જે એરીયામાં લાઈટ ખોરવાઈ તે એરીયા પુરતી જ વીજપુરવઠો બંધ કરી શકાય, કામગીરી કીર શકાય નથી હવેથી રાજુલા શહેર લાઈટનો પ્રશ્‍ન છ ગુરૂવાર દરમિયાન લાઈટનો પ્રશ્‍ન દુર થઈ જશે તેવું અંતમાં જણાવાયું હતું.

error: Content is protected !!