સમાચાર

પિતાનાં મરણનો દાખલો અપાવવા માટે ખાંભા પંથકની એક દીકરીને 181 અભયમ્‌ની ટીમે કરી મદદ

તલાટી મંત્રીએ પણ ઝડપથી કામગીરી કરી

અમરેલી, તા. 10

ખાંભાતાલુકાનાં એક ગામથી 181માં ફોન આવેલ મારા પતિ ગુજરી ગયા છે અને મારી એક દીકરી છે અને મારા પતિનાં મરણ દાખલાની જરૂર છે, સાસરી વાળા આપવા તૈયાર નથી મદદની જરૂર છે.

ત્‍યારે 181 અભયમ્‌ ફરજ પરનાં કાઉન્‍સેલર બ્‍લોચ રોબીના, ડબલ્‍યુપીસી રાધિકાબેન, અને પાયલોટ દિવ્‍યેશભાઈ આ બેન સુધી પહોંચી ગયા ત્‍યાં પહોંચતા જાણવા મળેલ કે બેનનાં પહેલા લગ્ન થયેલા, તે લગ્નજીવનથી તેમને એક દીકરીનો જન્‍મ થયેલ, પણ કોઈ કારણોસર તેમને તે લગ્નનાં છૂટાછેડા થયેલ ત્‍યારબાદ તેમના પતિનું અવસાન થયેલ, ર001માં ત્‍યારથી આજ સુધી તેમની દીકરીને અભ્‍યાસમાં સરકારી યોજનાઓ અને હાલ તે દીકરીને તબીયત સારી નથી તેના માટે આયુષ્‍યમાન યોજનાનો લાભ લેવા પિતાની હયાતી નથી તે માટેનાં મરણ પ્રમાણપત્રની જરૂર પડતી હોવાથી 181ની મદદ લીધેલી છે, ત્‍યારે તેમના સાસરીનાં ત્‍યાં જતા કોઈજ ઘરે હાજરમાં ન હતા, 181 કાઉન્‍સેલર ર્ેારા તેમના સાસરીવાળાનાં ફોન નંબર મેળવી ફોન કરવામાં આવેલ, પરંતુ વાત થયેલ નથી, ત્‍યારે 181નાં કાઉન્‍સેલર રોબીનાબેનએ ગામનાં તલાટી કમ મંત્રી સાથે આ દીકરીની હકીકતની વાત કરેલ અને તેમને સારવારમાં પિતાનાં મરણનાં દાખલાની જરૂર છે, તો તેમને ફરીથી કાઢી આપવાં જણાવેલ અને તલાટી ફરીથી આ બેનને તેમના પતિનો મરણ દાખલોઆપેલ કે આ દીકરીને સરકારી યોજનાઓમાં ઉપયોગમાં લઈ શકે. આમ પિતાનાં અવસાન પછી 18 વર્ષ દીકરીને પિતાનો મરણ દાખલો 181 અભયમ્‌ની મદદથી  મળેલ છે.

error: Content is protected !!