સમાચાર

ભાજપ સરકારે રાહેજા ગૃપને ગાંધીનગરમાં ગૌચરની જમીન પાણીના ભાવે પધરાવી દીધી : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની સટાસટી

ભાજપ સરકારે રાહેજા ગૃપને ગાંધીનગરમાં ગૌચરની જમીન પાણીના ભાવે પધરાવી દીધી : પરેશ ધાનાણી

ફાળવેલ જમીનમાં ખુલ્‍લેઆમ શરતભંગ છતાં કંપની સામે કોઈ કાર્યવાહી નહી

ગાંધીનગર, તા.10

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ વિધાનસભામાં પ્રશ્‍નોતરીકાળ દરમ્‍યાન પ્રશ્‍નની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ગાય, ગૌચર બચાવવાના રૂપાળા સુત્રો પોકારનારી ભાજપની સરકારે રાહેજા ગૃ્રપને ગાંધીનગરના કોબા ખાતે ગૌચરની જમીન વેચી શકાય નહી તેવો નામદાર સુપ્રિમ કોર્ટનો ચુકાદો હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારે કંપનીને આઈ.ટી. પાર્કનો કોઈ જ અનુભવ ન હોવા છતાં રાહેજા ગ્રૃપને લાખો ચો.મી. જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે. ભારત સરકારની એજન્‍સીઓને ઉંચા ભાવે જમીન આપનારી ભાજપ સરકારે આજે વિધાનસભામાં સ્‍વીકાર્યુ હતું કે, ગાંધીનગરના કોબા ખાતે સ.નં.ર70ની ગૌચરની જમીન મે. એકવાલાઈન પ્રોપર્ટીઝ પ્રા.લિ. (રાહેજા ગૃ્રપ) ને આઈ.ટી.ઈ.એસ.સેઝ પાર્ક બનાવવા માટે ફાળવવામાંઆવી છે. રાહેજા ગૃ્રપને આઈ.ટી./ આઈ.ટી.ઈ.એસ. સેઝ પાર્ક બનાવવા માટે અપાયેલ જમીનમાં આ કંપની દ્વારા હેતુફેર કરી કોમર્શીયલ / રહેણાંકના મકાનો બનાવીને ખુલ્‍લેઆમ શરતભંગ કરેલ હોવા છતાં રાજય સરકાર તેની સામે પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે.

આ મુદે્‌ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્‍ન ઉઠાવતાં જણાવયું હતું કે, રૂા.1000 કરોડની અંદાજીત કિંમતની કિંમતી જમીન સરકાર દ્વારા ફકત રૂા.17.70 કરોડમાં આઈ.ટી./ આઈ.ટી.ઈ.એસ.સેઝ પાર્ક બનાવવાના હેતુસર આપી હતી. આ હેતુ સિવાય કોમર્શીયલ કે રહેણાંક હેતુ માટે ત્‍યાં બાંધકામ થયેલ હોય તો આવું બાંધકામ દુર કરી અને શરતભંગ મુજબ આ જમીન સરકાર પાછી લેવા માંગે છે કે કેમ ? તેના ઉત્તરમાં સિનિયર મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કોઈ હેતુફેર કે શરતભંગ થયો ન હોવાનું જણાવીને ગૃહને ગેરમાર્ગે દોરતા ખોટી માહિતી આપી હતી.

error: Content is protected !!