સમાચાર

રાજુલા-જાફરાબાદનાં ખેડૂતોને પાકવીમા બાબતે અન્‍યાય : ધારાસભ્‍યની આગેવાનીમાં કૃષિ નિયામકને રજૂઆત કરી

ધારાસભ્‍યની આગેવાનીમાં કૃષિ નિયામકને રજૂઆત કરી

રાજુલા-જાફરાબાદનાં ખેડૂતોને પાકવીમા બાબતે અન્‍યાય

છેલ્‍લા ર0 વર્ષમાં સૌથી વધુ 48 ટકા પાકવીમાની રકમ મંજુર તો થઈ તે રકમ પણ મળતી નથી

કૃષિ નિયામકે ખેડૂતોને ન્‍યાય આપવાની ખાત્રી આપતા હાલ મામલો શાંત થયો

રાજુલા, તા. 10

રાજુલા-જાફરાબાદતાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ધારાસભ્‍ય અંબરીશ ડેર અને તેમની ટીમના પ્રયાસોથી ર018-19નાં વર્ષનો પાકવીમો છેલ્‍લા ર0 વર્ષમાં સૌથી વધુ મળ્‍યો 48 ટકા જેટલો વીમો ખેડૂતોને મળ્‍યો છે. પરંતુ રાજુલાની કેનરા બેન્‍ક, આઈસીઆઈસીઆઈ બેન્‍ક, આડીબીઆઈ બેન્‍ક, બેન્‍ક ઓફ બરોડા અને બેન્‍ક ઓફ ઈન્‍ડિયા જેવી બેન્‍કો ઘ્‍વારા ગત વર્ષના પાકવીમાનું પ્રિમીયમ ના કાપતા આ બેન્‍કોમાં ખાતું ધરાવતા ખેડૂતોને વીમો મળ્‍યો નથી. આ માટે ખેડૂતો ઘ્‍વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો બેન્‍ક મેનેજર અને જીલ્‍લા કક્ષાએ કરવામાં આવી હતી. પરંતુ 3 માસ જેટલો સમય વિતી જવા છતાં પણ બેન્‍કોની ભૂલોના કારણે ખેડૂતોને વીમો મળ્‍યો નહોતો.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બેન્‍કોએ ખેડૂતોનાં ખાતાઓમાંથી ફરજીયાત વીમા પ્રિમીયમ કાપવાનું હોય છે અને જે-તે વીમા કંપની પાસે જમા કરાવવાનું હોય છે. પરંતુ અહિયા રાજુલાની બેન્‍કોની ભૂલનો ભોગ ગામડાનાં ખેડૂતો બન્‍યા છે. આથી રોષે ભરાયેલા ખેડૂતો ઘ્‍વારા ગાંધીનગર કૃષિ ભવન ખાતે ધારાસભ્‍ય અંબરીશ ડેર, ચોટીલાના યુવા ધારાસભ્‍ય ઋત્‍વિક મકવાણા, કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા સહિતના આગેવાનો, સરપંચો અને 100 જેટલા ખેડૂતો ઘ્‍વારા કૃષિ નિયામકને રજૂઆત કરવામાં આવીહતી. કૃષિ નિયામક ઘ્‍વારા આ અંગે યોગ્‍ય તપાસ કરી ખેડૂતોને પાકવીમો મળે તે માટે બેન્‍કોને જરૂરી આદેશ આપવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આગામી દિવસોમાં આ ખેડૂતોને પાકવીમો મળે છે કે કેમ તે તો હવે આવનારો સમય જ કહેશે.

error: Content is protected !!