સમાચાર

કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને અર્બન હેલ્‍થ સેન્‍ટરમાં ઉપલબ્‍ધ

કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકનાસ્‍વાસ્‍થ્‍યની પુરી તૈયારી

કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને અર્બન હેલ્‍થ સેન્‍ટરમાં ઉપલબ્‍ધ

અમરેલી, તા. 10

11મી જુલાઇએ વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં વિશ્વ વસ્‍તી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને જે અંતર્ગત 11 થી ર4 જુલાઇ ર019 સુધી વિશ્વ જન સ્‍થિરતા પખવાડીયા ની ઉજવણી કરાશે. વિરમગામ તાલુકાના કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને વિરમગામ અર્બન હેલ્‍થ સેન્‍ટરના સેવા વિસ્‍તારમાં ગુરૂ શિબીર, લઘુ શિબીર, રેલી, લક્ષીત દંપતિ સંપર્ક, જુથ ચર્ચા સહિતના જનજાગૃત્તિ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે. એમ. મકવાણા, ગેરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, પ્રા.આ.કેન્‍દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો, આરોગ્‍ય કર્મચારીઓ સહિત આશા બહેનોએ જહેમત ઉઠાવશે.       તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. વિરલ વાઘેલાએ જણાવ્‍યુ હતુ કે, વિશ્વ જનસ્‍થિરતા પખવાડિયા માટે કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍યની પુરી તૈયારી સુત્ર આપવામાં આવ્‍યુ છે. હાલના સંજોગોમાં દરેક બાળકને ગુણવત્તા સભર જીવન પુરૂ પાડવા માટે નાણાંકીય તથા પારિવારિકસમયબઘ્‍ધ આયોજન ખુબ જ જરૂરી છે. બાળકનો ઉત્તમ ઉછેર માતપિતાની કાળજી ભરી માવજત માંગી લે છે. જેથી દરેક દંપત્તિએ પોતાના બાળકના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્‍ય માટે સમયબઘ્‍ધ આયોજન કરવું ખુબ જ જરૂરી બને છે. વસ્‍તી નિયંત્રણએ હાલના સંજોગોમાં તાતી જરૂરીયાત છે. વધતિ જતી વસ્‍તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવીધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તથા અર્બન હેલ્‍થ સેન્‍ટરોમાં ઉપલબ્‍ધ છે. વિરમગામ તાલુકામાં લક્ષીત દંપતીઓને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજન માટે સતત સમજાવવામાં આવશે.

error: Content is protected !!