સમાચાર

અમરેલી ખાતે યુવક સહકારી શિક્ષણ વર્ગનો પ્રારંભ થયો

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલય અમરેલી ખાતે છ દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનો ઉદઘાટન કાર્યક્રમ અમરેલી જિલ્‍લા સહકારી સંઘના નવનિયુકત, યુવા અને ઉત્‍સાહી અઘ્‍યક્ષ મનિષભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્‍લા સંઘના ડિરેકટરો બાબભાઈ હિરપરા, બાવાલાલ મોવલીયા, અરૂણાબેન સંઘાણી, સુનિલભાઈ સંઘાણી, ધીરૂભાઈ વાળાનીઉપસ્‍થિતિમાં યોજાઈ ગયો. સૌ પ્રથમ પ્રાર્થના અને દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પ ગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલયના આચાર્યા તેમજ જિલ્‍લા બેન્‍ક, અમર ડેરી, જિલ્‍લા સંઘના ડિરેકટર અરૂણાબેન સંઘાણીએ સ્‍વાગત પ્રવચન કરેલ. કાર્યક્રમના અઘ્‍યક્ષસ્‍થાનેથી બોલતા મનિષભાઈ સંઘાણીએ યુવાનો અને સહકારી પ્રવૃતિને એકબીજાના પુરક ગણાવ્‍ય. આ પ્રવૃતિને ભવિષ્‍યમાં સફળતાના શિખરે લઈ જવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. ખેતી અને પશુપાલન પર આધારીત આપણા આ દેશના ખરા વિકાસમાં સહકારીતાનું અમૂલ્‍ય યોગદાન છે અને વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવામાં ગામડાઓને સમૃઘ્‍ધ બનાવવામાં સહકારીતાનો કોઈ જ વિકલ્‍પ નથી તેમ જણાવી પ્રવૃતિનું મહત્‍વ સમજાવેલ. આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીની બહેનોને અમર ડેરી અમરેલી અને અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કની અભ્‍યાસ મુલાકાતે મનિષભાઈ સંઘાણીની ઉપસ્‍થિતિમાં લઈ જવામાં આવ્‍યા. આ પ્રસંગે ડેરીના જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણી અને મઘ્‍યસ્‍થ બેન્‍કના અશોકભાઈ ગોંડલીયાએ માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે મઘ્‍યસ્‍થ બેન્‍ક, અમરેલીના ડિરેકટર જયભાઈ મસરાણી પણ ઉપસ્‍થિત રહેલ. આ શિક્ષણ વર્ગમાં કુલ 68 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ છે. આ સમગ્ર શિક્ષણવર્ગનું આયોજન, સંચાલન જિલ્‍લા સંઘના સી.ઈ.આઈ. સંદિપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!