સમાચાર

સાવરકુંડલાનાં યુવા ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે વિધાનસભામાં રજૂઆત કરી

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રનાં ખેડૂતો આજે જંગલી ભૂંડ, નીલગાયનાં ત્રાસથી મુકત કરવાની માંગ સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે વિધાનસભાગૃહમાં કરી હતી.

તેઓએ ખેડૂતોનાં હિતમાં પ્રશ્‍ન ઉપસ્‍થિત કરતાં જણાવ્‍યું હતું કે, ખેડૂતોને દિવસમાં નિયત સમયે      વીજળી આપવાની માંગ કરી હતી. પાકવીમો, પોષણક્ષમ ભાવો, ટેકાનાં ભાવે ખરીદી, બેરોજગારી સહિતનાં અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત કર્યા હતા.

વધુમાં જણાવ્‍યું હતું કે, આજે ખેડૂતો વિવિધ સમસ્‍યાઓથી પરેશાન બનીને શહેર તરફ જઈ રહૃાાં છે. ખેડૂતોનાં યુવાન દીકરાના ગામડામાં લગ્ન થતાં નથી.

ખેડૂતો ગાંડાબાવળથી પરેશાન થઈ રહૃાાં છે. તો સુરત જેવા મહાનગરમાં અનેક મોટી કંપનીઓ બંધ થઈ રહી હોય ચિંતા વ્‍યકત કરી હતી.

error: Content is protected !!