સમાચાર

સણોસરા ગામે વતન ચેરિટેબલ ટ્રસ્‍ટનાં માર્ગદર્શન તળે પ0 યુવાનોએ પ00 કિ.મી. દુરથી આવીને 1000 વૃક્ષો વાવ્‍યા

છેલ્‍લા ર વર્ષથી ગામને હરિયાળુ બનાવવા યુવકો અને યુવતીઓ ભારે જહેમત ઉઠાવે છે

અમરેલી, તા. 8

સમગ્ર વિશ્‍વ ગ્‍લોબલ વોર્મીંગની પીડા ભોગવી રહૃાું છે એવા સમયે અમરેલી તાલુકાના સણોસરા ગામે વતન ચેરીટેબલ ટ્રસ્‍ટ ઘ્‍વારા બે દિવસીય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 1000 વૃક્ષોનું વાવેતર કરેલ છે.

ઓછા વૃક્ષોને કારણે અમરેલી જિલ્‍લામાં અનિયમિત વરસાદ પડે છે. આ પરિસ્‍થિતિને દૂર કરવા સણોસરાના ગ્રામજનોએ ગામને લીલુછમ અને હરિયાળુ બનાવવા બે વર્ષથી વૃક્ષારોપણની કામગીરી આરંભી છે. શરૂઆતમાં ગામમાં આવેલ પાંચેક કોમન પ્‍લોટમાં અંદાજે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. જેમાં ગ્રામજનો સાથે સુરત સ્‍થિત ગામના યુવાનોએ પણ સક્રીય ભાગ લીધો હતો.

ચાલું વર્ષે વૃક્ષારોપણ માટે સણોસરા ગામે નવતર પ્રયોગ અજમાવ્‍યો છે. જેમાં માતા-પિતાના નામની યાદી સ્‍વરૂપે તેમજ જન્‍મદિનની ઉજવણી અર્થે એક વૃક્ષ માટે રૂા. રપ00 જમા કરાવી વૃક્ષારોપણ કરવામાં આવશે તેવી જાહેરાત કરતા બહોળી સંખ્‍યામાં વૃક્ષો માટે નામ નોંધાયા હતા.

અત્રે ઉલ્‍લેખનીય છે કે ગામમાં નવા બંધાતા સરોવર અને રોડ સાઈડે 1000 વૃક્ષો વાવવા ટ્રસ્‍ટ ઘ્‍વારા વન વિભાગમાંથી રૂા. 1પ લેખે રોપાનું અને રૂા. 4.પ0 લાખના ખર્ચેટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ સફળ બનાવવા સુરત સ્‍થિત મનોજભાઈ લાખાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. જેના પરિણામે ગામના પ0 યુવાનો સુરતથી પ00 કિ.મી. દુર સણોસરા આવીને 1000 વૃક્ષોનું વાવેતર કરી તેને રક્ષિત કરવામાં સહભાગી બન્‍યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમસ્‍ત ગ્રામજનો સાથે મહિલાઓ પણ ઉત્‍સાહભેર જોડાઈ હતી.

error: Content is protected !!