સમાચાર

અમરેલીમાં પ્રભારી મંત્રીનાં આગમનને લઈને તંત્રમાં ધમધમાટ

જામનગરનાં ધારાસભ્‍ય અને રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સૌપ્રથમ પધારી રહૃાા છે

અમરેલીમાં પ્રભારી મંત્રીનાં આગમનને લઈને તંત્રમાં ધમધમાટ

જિલ્‍લાનાં અનેક અણઉકેલ પ્રશ્‍નોનું નિરાકરણ કરવાની જવાબદારી નવનિયુકત પ્રભારી મંત્રીનાં શિરે છે

અમરેલી, તા. પ

અમરેલીમાં આવતીકાલે શનિવારે નવનિયુકત પ્રભારી મંત્રીનું સૌપ્રથમ આગમન થઈ રહૃાું હોય વહીવટીતંત્રમાં જબ્‍બરો ધમધમાટ જોવા મળી રહૃાો છે.

જામનગરનાં લોકપ્રિય ધારાસભ્‍ય અને રાજયનાં મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્‍લાનાં પ્રભારી મંત્રી તરીકે નિયુકત કર્યા બાદ તેઓ સૌપ્રથમ વખત જ અમરેલી પધારી રહૃાાં છે.

અમરેલી જિલ્‍લાનાં બિસ્‍માર માર્ગો, બેરોજગારી, પીવાના પાણીની સમસ્‍યા, શિક્ષણ, આરોગ્‍ય, પરિવહન સહિતનાં અનેક અણઉકેલ પ્રશ્‍નોનું નિરાકરણ કરવાની જવાબદારી નિભાવવી પડશે.

જો કે ધર્મેન્‍દ્રસિંહ જાડેજાનો સ્‍વભાવ સરળ અને સેવાભાવી હોવાથી જિલ્‍લાનાં દરેક પ્રશ્‍નોનું નિરાકરણ કરવામાં તેઓ સક્ષમ છે. તેમજ જિલ્‍લાની જનતા અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે અને જિલ્‍લાનાં વિકાસ માટે તેઓ ચોકકસ મહેનત કરશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

error: Content is protected !!