સમાચાર

કેન્‍દ્રીય વિદ્યાલય સત્‍વરે ચાલું કરવા કેન્‍દ્રીય મંત્રીને રજૂઆત કરતા સાંસદ

અમરેલી જીલ્‍લામાં મંજુર થયેલ

કેન્‍દ્રીય વિદ્યાલય સત્‍વરે ચાલું કરવા કેન્‍દ્રીય મંત્રીને રજૂઆત કરતા સાંસદ

કેવીએસનાં અધિકારીઓની ધીમી કાર્યશૈલીને લીધે કેન્‍દ્રીય વિદ્યાલય કાર્યરત થઈ શકેલ નથી

અમરેલી, તા. 4

અમરેલી જીલ્‍લામાં મંજુર થયેલ કેન્‍દ્રીય વિદ્યાલયની સત્‍વરે સ્‍થાપના થાય અને કે.વી. ઝડપથી કાર્યરત થાય તે હેતુથી તા. 4/7/19ના રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્‍દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરીયાલ (નિશંક)ને રૂબરૂ મળી અસરકારક રજૂઆત કરેલ હતી.

સાંસદે તેમની રજૂઆતમાં જણાવેલહતુ કે, અમરેલી જીલ્‍લા માટે કેન્‍દ્ર સરકાર તરફથી કેન્‍દ્રીય વિદ્યાલયની સ્‍થાપના હેતુ મંજુરી મળી ચુકેલ છે તથા રીજીયોનલ ઓફીસ ઘ્‍વારા તમામ પ્રકારના નિરિક્ષણો અને પ્રક્રિયા પૂર્ણ કરી તમામ રીપોર્ટસ મે-ર018ના રોજ કે.વી.એસ. હેડકવાર્ટર, નવી દિલ્‍હીને મોકલી આપેલ છે. વર્તમાનમાં કેન્‍દ્રીય વિદ્યાલય સંગઠનના અધિકારીઓ સાથે થયેલ ચર્ચા મુજબ આ દરખાસ્‍તને સીએમસી (ચેલેન્‍જીંગ મેથડ કમીટી) ની બેઠકમાં મંજુરી મળ્‍યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે.

સાંસદે વધુમાં જણાવેલ હતુ કે, આવી રીતે જવાબો આપી સંગઠનના અધિકારીઓ ઘ્‍વારા સમય વ્‍યતિત કરવામાં આવી રહયો છે અને અધિકારીઓની કાર્યશૈલી ખુબ જ ધીમી હોવાને લીધે ર019ની લોકસભાની ચુંટણી પહેલા અમરેલીમાં કેન્‍દ્રીય વિદ્યાલયની સ્‍થાપના કરી શકયા નથી. જયારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી તમામ રીપોર્ટ લોકસભા ચુંટણીની જાહેરાત પહેલા જ કે.વી.એસ. હેડકવાર્ટર, નવી દિલ્‍હીને મોકલી આપવામાં આવેલ હતો.

અમરેલી જીલ્‍લામાં કેન્‍દ્રીય વિદ્યાલય ન હોવાને લીધે જીલ્‍લાના વિદ્યાર્થીઓને રાજકોટ અથવા અન્‍ય શહેરોમાં સી.બી.એસ.સી.ના અભ્‍યાસ અર્થે જવુ પડી રહયુ છે અને જો ત્‍યાની કેન્‍દ્રીય વિદ્યાલયમાં એડમીશન ન મળે તો પ્રાઈવેટ શાળાઓમાં ઉંચી ફી ભરી એડમીશન લેવું પડી રહયુ છે. અમરેલી જીલ્‍લા લોકોની પણ વર્ષો જુનીમાંગણી હોઈ, તો અમરેલી જીલ્‍લામાં મંજુર થયેલ કેન્‍દ્રીય વિદ્યાલયની સત્‍વરે સ્‍થાપના થાય અને કે.વી. ઝડથી કાર્યરત થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અસરકારક સાંસદે રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!