સમાચાર

અમરેલીનાં ખીમચંદભાઈ સાયકલ લઈને દિલ્‍હી પહોંચ્‍યા

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્ર મોદી પુનઃ બિરાજમાન થતાં

અમરેલીનાં ખીમચંદભાઈ સાયકલ લઈને દિલ્‍હી પહોંચ્‍યા

થોડા દિવસો પહેલા અમરેલીથી ડો. કાનાબાર દ્વારા લીલીઝંડી આપી વિદાય અપાઈ હતી

પ્રધાનમંત્રી મોદીએ તસ્‍વીર સાથે ટવીટ્‍ કરતાં રાષ્‍ટ્રીય ચેનલોની નજર અમરેલી પર મંડાઈ

અમરેલી, તા. 3

અમરેલી વિહિપનાં કાર્યાલય મંત્રી અને જલારામ બેકરી ધરાવતાં ખીમચંદભાઈએ ભાજપની 300 કરતાં વધારે બેઠકો આવતાં અને પ્રધાનમંત્રી તરીકે પુનઃ નરેન્‍દ્ર મોદી બિરાજમાન થાય તે માટે અમરેલીથી નવી દિલ્‍હી સુધીની સાયકલયાત્રાનો સંકલ્‍પ કર્યો હતો જે તેઓએ પૂર્ણ પણ કર્યો છે.

થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી ડો. કાનાબારે ખીમચંદભાઈને લીલી ઝંડી આપીને અમરેલીથી નવી દિલ્‍હી સુધીની સાયકલયાત્રા માટે વિદાય આપી હતી અને તાજેતરમાં તેઓ નવી દિલ્‍હી પહોંચતા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ તેમને શુભેચ્‍છા મુલાકાત આપીને તેની તસ્‍વીર સાથે ટવીટ કરતાં દેશભરનાં મીડિયાજગતની નજર અમરેલીનાં ખીમચંદભાઈ પર પડી હતી.

બીજી તરફ પ્રધાનમંત્રીનાં ટવીટ બાદ જિલ્‍લાભરનાં ભાજપીઓ ઘ્‍વારા ખીમચંદભાઈ પર અભિનંદન વર્ષા થઈ રહી છે અને ડો. ભરત કાનાબારે પણ ખીમચંદભાઈને શુભેચ્‍છા પાઠવી હતી.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, અમરેલીનાં સાયકલપ્રેમી ખીમચંદભાઈ અમરેલીથી વીરપુર,ભુરખીયા, અંબાજી, શ્રીનાથજી સહિત અનેક સ્‍થળોએ સાયકલ પર પ્રવાસ કરી રહૃાા છે. પ્રૌઢા અવસ્‍થામાં પણ તેઓની સ્‍ફુર્તિ અનેરી છે અને તેઓ સાદી સાયકલ પર જ અત્‍યાર સુધીમાં હજારો કિ.મી.નો પ્રવાસ કરી ચુકયા છે.

error: Content is protected !!