સમાચાર

આંબરડીનાં બસ સ્‍ટેન્‍ડમાં રેડિયો કોલર સિંહણ સાથે 7 સિંહોનું આગમન

રાની પશુઓને હવે માનવ વસાહતની આદત પડી ગઈ છે

ફફડાટ : આંબરડીનાં બસ સ્‍ટેન્‍ડમાં રેડિયો કોલર સિંહણ સાથે 7 સિંહોનું આગમન

વ્‍હેલી સવારે એક ગાયનું મારણ કરતાં ભયનો માહોલ

આંબરડી, તા. ર

સાવરકુંડલાનાં આંબરડી ગામે છાશવારે સિંહો ઘુસી જઈ આવી મારણ કરી મિજબાની માણતાનાં અનેક બનાવો બનેલ છે, તેમાં આજે ફરી એકવાર આંબરડી ગામ વચ્‍ચે આવેલા બસ સ્‍ટેન્‍ડમાં આજે વહેલી સવારે એકીસાથે સાથ સિંહોએ ત્રાટકી એક ગાયનું મારણ કર્યાનો કિસ્‍સો સામે આવ્‍યો છે.

આંબરડી ગામ મીતિયાળા જંગલને અડીને આવેલ હોવાથી અવારનવાર રહેણાંકી વિસ્‍તારમાં સિંહો આવી ચડી, પશુઓનાં મારણ કરતાં હોય છે,આજે વહેલી સવારે પાંચ વાગ્‍યે એક, બે નહીં પરંતુ એકીસાથે સાત વનરાજો આવી ચડયા હતા, જેમાં એક કોલર આઈડી વાળી સિંહણ, ચાર બચ્‍ચા અને બે યુવા નર સિંહોએ                 રેઢીયાર ગાયોનાં ઝુંડમાં ત્રાટકી એક           રેઢીયાર ગાયને ટાર્ગેટ કરી બસસ્‍ટેન્‍ડમાં જ ઢાળી દીધી હતી, એ અરસામાં એક વાહન પસાર થતાં વાહનની લાઈટ પડતા સિંહ ગૃપે જંગલ તરફ ચાલતી પકડી હતી, ગામમાં અવારનવાર ઘુસી આવતા સિંહોથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયેલ જોવા મળેલ. ઉલ્‍લેખનીય છે કે છેલ્‍લા કેટલાક સમયથી ખાંભા પંથકના રહેણાંકી વિસ્‍તારોમાં પણ સિંહોનાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ વ્‍યાપેલ જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!