સમાચાર

દામનગર પંથકમાં સમી સાંજે વીજળીનાં કડાકા સાથે વરસાદ

નદીઓમાં નવા નીરનું આગમન

અમરેલી, તા.ર

દામનગર શહેરી અને ગ્રામ્‍યમાં સાંજે 7:30 થી 8:30 એક કલાકમાં અનરાધારા વીજળીના કડાકા સાથે 4 સે.મી. વરસાદ પડયો હતો. દામનગર નજીક જુની નવી મુળિયાપાટ, ઠાંસા, રાભડા, સુવાગઢ, વિકળિયા, ભટવદર, ભાલવાવ, ધામેલ, ભમરીયા સહિત સીમ અને ખેતરમાં વરસાદ પડયો. જે વર્ષામાપક યંત્રમાં નોંધાયો સાંજ પહેલાના       વાદળોના દ્રષ્‍યો અતિ બિહામણા હતા. કાળા ડિબાંગ વાદળો વીજળીના ભારે કડાકા ભડાકા સાથે એક કલાક અનરાધાર વર્ષા.

નવી-જુની મૂળિયાપાટની વચ્‍ચે આવેલ રંઘોળી નદીમાં ઉપરવાસમાં પણ ખુબ જ વરસાદ હોવાથી નદી ઓવરફલો થતા વાહનવ્‍યવહાર બંધ થયો. હજુ વરસાદ પડે તેવી સંભાવના છે.

error: Content is protected !!