સમાચાર

પાણીમાં તણાઈ ગયેલ મહિલાની શોધખોળ શરૂ

સાવરકુંડલાનાં વાશીયાળી ગામે બળદગાડા સાથે

પાણીમાં તણાઈ ગયેલ મહિલાની શોધખોળ શરૂ

આધુનિક યુગમાં વિશાળ વહીવટીતંત્ર કલાકો સુધી મહિલાની ભાળ મેળવી શકતું નથી

સાવરકુંડલા, તા. ર6

સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામના ખેડૂત દંપત્તિ તા. રપ/6ને મંગળવારનાં રોજ બપોરે 1ર કલાકે બળદ ગાડુ લઈ પોતાના ઘરે જતા હતા ત્‍યારે સુરવો નદીમાં પાણી આવતા પાણીનાં પ્રવાહમાં બળદગાડુ તણાતા બે બળદ અને એક મહિલા તણાઈ ગઈ હતી. ર00 જેટલા ગ્રામજનો અને જેસીબીની મદદથી બે મૃત બળદ અને ગાડુ મળી આવ્‍યું હતું. આ ઘટનાનાં 30 કલાક બાદ પણ મહિલા શોભનાબેન ભાવેશભાઈ ઠુંમર (ઉ.વ. 30)ની લાશ ન મળતા સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઈ સાવલીયા તથા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરા દોડી ગયા હતા અને સરકારી તંત્ર પાસે વધુ મદદ મળે તેવી પ્રાંત અધિકારી પાસે રજુઆત કરી હતી.

error: Content is protected !!