સમાચાર

અમરેલીનાં સંવેદન ગૃપ દ્વારા પ6મું નેત્ર દાન લેવામાં આવ્‍યું

અમરેલી, તા.ર6

ગોપાલગ્રામના વતની હાલ જેસીંગપરા અમરેલી ખાતે વસતા જસુબેન ભીમજીભાઈ શેલડીયા (ઉ.વ.7પ)નુંતા.રપ/6ના રોજ અવસાન થતાં સ્‍વર્ગસ્‍થની ઈચ્‍છા અનુસાર ચક્ષુદાન માટે તેમના પુત્ર જગદીશભાઈ શેલડીયાએ સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે અડધી રાત્રે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે સતીષભાઈ ડાભીએ સેવા આપી હતી. તેમના વારસદાર સંતાનો ધીરૂભાઈ (શિવ ઓટો ગેરેજ) તથા જગદીશભાઈ (મહાદેવ પાન એન્‍ડ ઝેરોક્ષ) તેમજ પૌત્રો વિજય, વિશાલ, અજય, નિલેશની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત બનશે તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ       જણાવ્‍યું છે.

error: Content is protected !!