સમાચાર

રાજુલામાં આહીર સમાજનાં વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક વિતરણ

સમાજનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાા

રાજુલા, તા. ર1,

રાજુલા આહીર સમાજની વાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર યુવા ગૃપ પીપાવાવ પોર્ટ ર્ેારા સમાજની વાડીમાં રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં પીપાવાવ પોર્ટમાં નોકરી કરતા આહીર સમાજનાં યુવાનો ર્ેારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ, યુવાનોમાં વિદ્યાર્થીઓ ભણવામાંરસ દાખવે અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભ્‍યાસ કરે તેવા આશયથી અનેવિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આવે અને માર્ગદર્શન પુરૂ પાડેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાબુભાઈ રામ અને કોંગ્રેસ અગ્રણી સનાભાઈ વાઘ (રામપરા-ર) સરપંચ ચેતનભાઈ ભુવા, અગ્રણી ઘનશ્‍યામભાઈ વાઘ, ટપુભાઈ સરપંચ, આતાભાઈ સહિતનાં આગેવાનો હાજર રહેલ અને દેવાય બાપા બોદરનું મોમેન્‍ટો આપી કરવામાં આવેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા આહીર સમાજનાં યુવાનો તથા સમાજનાં આગેવાનોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!