સમાચાર

વાજડી ગામની દીકરીએ હિમાલયના 17 હજાર ફુટ ઉંચા શિખર પર લેહરાવ્‍યો તીરંગો

માઈનસ 10 ડીગ્રી તાપમાનમાં શિખરે પહોંચી ઉના તથા સૌરાષ્‍ટ્રનું ગૌરવવધાર્યુ

ઉના, તા.18

ઉના તાલુકાના જુની વાજડી ગામે વસવાટ કરતા મનસુખ અમરદાસ ગોંડલીયાની દિકરી અલ્‍પાએ હિમાલયની તળેટીમાં આવેલ માઉન્‍ટ હેન્‍ડશીપ શિખર સર કર્યુ છે. આ સાહસિક યુવતી 17,000 ફુટ ઉંચુ શિખર સર કરી વાજડી ગામનું નામ ગૌરવથી ગુંજતું કર્યુ છે. ભયુથ ઈન્‍વીંન્‍સીબલભભ સાથે સંકળાયેલ ગુજરાતભરના યુવાનોએ હિમાલયની પીરપંજાણ રેંજમાં આવેલ માઉન્‍ટ હેન્‍ડશીપ શિખર સર કરવાનું આયોજન કર્યુ હતું. અલ્‍પા સહીત ગુજરાતભરના ર7 યુવાન-યુવતીની પર્વતારોહણ ટીમ શિખર સર કરવા રવાના થઈ હતી, આ પૈકી રર યુવાન-યુવતીઓએ શિખર સર કર્યુ.

પર્વતારોહણની ટીમે માઈનસ પ થી 10 ડીગ્રી તાપમાન વચ્‍ચે શિખર સર કરવાની સિઘ્‍ધિ       મેળવી હતી. પર્વત પર શિખરો સર કરતી વેળાએ અનેક પ્રકારે મુશ્‍કેલીનો સામનો કર્યો હતો. આમ વાજડી ગામની યુવતી અલ્‍પા ગોંડલીયાએ હિમાલયનું શિખર સર કરી ઉના તથા ગીર પંથકનું ગૌરવ વધાર્યુ છે.

error: Content is protected !!