સમાચાર

રોટરી કલબ ઓફ અમરેલી ગીરનાં સહયોગથી અમરેલીમાં ર1 થી ર7 જૂન સુધી વિશ્‍વયોગ સપ્‍તાહ

અમરેલી, તા. 18

અમરેલીની સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ ખાતે આગામી ર1 જૂનથી ર7 જૂન સુધી રોટરી કલબ ઓફ અમરેલી-ગીર ર્ેારા વિશ્‍વયોગ સ્‍વાસ્‍થ્‍ય સપ્‍તાહની ઉજવણી સવારે 6 થી 8 સુધી કરવામાં આવશે.

કાર્યક્રમમાં આર્થિક સહયોગ નિલકંઠ જવેલર્સ આયુર્વેદ શાખા- જિલ્‍લા પંચાયત અને મનિષભાઈ ભટ્ટ ર્ેારા કરવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા બળદેવસિંહ ગોહિલ, હાર્દિક ઝીંઝુવાડીયા સહિતની ટીમ ર્ેારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!