સમાચાર

ભાગ્‍યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટી ર્ેારા ભાજપની જીતની વિશિષ્‍ટ રીતે ઉજવણી

અમરેલી ખાતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ભાજપની ભવ્‍ય જીત બાદ અમરેલીનાં પનોતા પુત્ર પરશોતમભાઈ રૂપાલાને કૃષિ પ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીની ટીમમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત અમરેલી આવતાટીફીન મીટીંગનાં માઘ્‍યમથી સન્‍માનનું આયોજન કરવામાં આવેલ હતું, પ્રથમ વખત અમરેલી આવતા ટીફીન મીટીંગનાં માઘ્‍યમથી સન્‍માનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણીની યશકલગીમાં ઈફકોનાં ડીરેકટર પદનું મોરપીંછ ઉમેરાતા તેઓનું પણ સંસ્‍થા ર્ેારા વિશિષ્‍ટ સન્‍માન કરાયુ. આ સાથે અમરેલીની લોકસભા સીટ ઉપર ત્રીજી વખત હેટ્રીક મારીને ચુંટાયેલા સાંસદ નારણભાઈ કાછડીયાને પણ સન્‍માનીત કરવામાં આવેલા. આ મહાનુભાવોનું સન્‍મન ભાગ્‍યલક્ષ્મી મહિલા ક્રેડીટ કો-ઓપ. સોસાયટી તેમજ અમરેલી જીલ્‍લા મહિલા ઔદ્યોગીક સહકારી મંડળી ર્ેારા કેન્‍દ્રમાં 303 સીટથી નરેન્‍દ્રભાઈ મોદીને જીત ને સામેલ કરી 303 વૃક્ષોનું વાવેતર જ નહિ પરંતુ તેની માવજત અને પર્યાવરણની જાળવણી થાય, તે હેતુથી પાંચ વર્ષ સુધી તેનું મોનીટરીંગ કરી દરવર્ષે વૃક્ષ વાવનારને પ્રોત્‍સાહિત કરવા ભેટ આપવાનું પણ આયોજન કરેલ છે, તેમજ પાંચ વર્ષબાદ આ જ મહાનુભાવોનાં હાથે તેઓનું વિશિષ્‍ટ સન્‍માન કરવાનું આયોજન કરેલ. લોકોમાં પર્યાવરણ, બેટી બચાવો તેમજ સ્‍વચ્‍છતા અભિયાનની જાગૃતિ કેળવવા ચિત્રસ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને ચિત્રનાં સ્‍પર્ધકો ર્ેારા ચિત્ર આપી મહાનુભાવોનું સન્‍માન કરવામાં આવેલ, અમરેલી જીલ્‍લામાં હાલ અમર ડેરી સિવાય કોઈ રોજગારીનું બીજીમાઘ્‍યમ ન હોય જેથી કરીને સંસ્‍થા ર્ેારા 303 મહિલાને ગૃહ ઉદ્યોગનાં માઘ્‍યમથી રોજગારી આપવામાં આવશે, સંસ્‍થાનાં પ્રમુખ ભાવનાબહેન ગોંડલીયાએ જણાવેલ હતું કે, અમરેલી જીલ્‍લો કંઈક નવુ કરવા ટેવાયેલ છે, ત્‍યારે આજે આ નવા અભિગમથી જિલ્‍લામાં હરિયાળી ક્રાંતિ લાવવા વૃક્ષારોપણ તેમજ મહિલાઓને પગભર કરવા સ્‍વાવલંબન યોજના ર્ેારા રોજગારી આપી અમરેલી જિલ્‍લાનાં વિકાસ પુરૂષો પરશોતમ રૂપાલા સાહેબ, દિલીપભાઈ સંઘાણી અને નારણભાઈ કાછડીયાનું આ રીતે સન્‍માનિત કરવાની તક મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રૂપલબેન સિઘ્‍ધપુરા, ભારતીબેન પટેલ, નિકીતાબેન મહેતા, નિતાબહેન ચત્રોલા તેમજ સંસ્‍થાની ટીમે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!