સમાચાર

અમરેલીમાં કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીની ઉપસ્‍થિતિમાં ટિફીન બેઠક સંપન્‍ન

સમગ્ર દેશમાં ભાજપ સરકાર પ્રચંડ બહુમત સાથે ચૂંટાઈ આવતા ભાજપ પરિવારના કાર્યકર્તાઓનું અભિવાદન કરવા અમરેલીના ગૌશાળા રોડ પર સ્‍થિત એક વાડીમાં ટિફીન મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, માજી ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા તેમજ જિલ્‍લા અને તાલુકાઓના વિવિધ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!