સમાચાર

બાબરા પંથકમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્‍યસ્‍ત

બાબરામાં ભારે પવન બાદ જોરદાર વરસાદ પડયો હતો. ભારે વરસાદથી બજારો, રોડ, રસ્‍તાઓ પર પાણી દોડવા લાગ્‍યા હતા. બે દિવસ પહેલા અમુક ગામડાઓમાં જગતના તાતે પોતાના વાડી ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા હતા. તો અમુકે વાવણી બાકી રાખી હતી. જે ખેડૂતો દ્વારા વાવણી કરી દીધી હતી તે ખેડૂતોને આ સારો વરસાદ વાવ્‍યા પર પડી જતા જગતનો તાત હરખાયો હતો. સારો વરસાદ પડી જતા શહેર આખું ટાઢુ બોળ બની ગયું હતું.

 

error: Content is protected !!