સમાચાર

બાબરામાં વડ સાવિત્રી વ્રતનીધામધૂમથી ઉજવણી કરતી મહિલાઓ

જેઠમાસની પૂનમ એટલે વડ સાવિત્રીના વ્રતનો પ્રારંભ. આગામી દિવસોમાં આવનાર અન્‍ય વ્રતોનો પ્રારંભ પણ આ વ્રતથી થાય છે. પતિના લાંબા નિરોગી આયુષ્‍ય માટે સૌભાગ્‍ય સ્‍ત્રીઓ આ વડ સાવિત્રીનું વ્રત પાંચ વર્ષ સુધી કરે છે. ત્‍યારે બાબરામાં પંચકુંડે નીલકંઠ મહાદેવના સાનિઘ્‍યમાં સ્‍ત્રીઓ વિધિ વિધાન સાથે પૂર્ણ ભાવ અને ભકિત અને શ્રઘ્‍ધાપૂર્વક વડનું પૂજન અર્ચન અને પ્રદક્ષિણા કરી વડ સાવિત્રીના વ્રતનો પ્રારંભ કરે છે. અહીં મોટી સંખ્‍યામાં સૌભાગ્‍ય સ્‍ત્રીઓ વ્રતનું પૂજન અર્ચન કરી પોતાના પતિના નિરોગી દીર્ધાયુ માટે માતા પાર્વતી અને મહાદેવને પ્રાર્થના કરે છે.

error: Content is protected !!